સુરતઃ 'અમારી છોકરીને કાઢી મુકી છે', પરિવાર ઉપર વૈવાઈ પક્ષનો છરી અને લાકડી વડે હુમલો
સુરતઃ 'અમારી છોકરીને કાઢી મુકી છે', પરિવાર ઉપર વૈવાઈ પક્ષનો છરી અને લાકડી વડે હુમલો
પ્રતિકાત્મક તસવીર
રાજેશ બીજી છોકરીને લઈ આવ્યો છે. તેવુ કહી ગાળાગાળી કરી અજય ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો જયારે તેના ભાઈ રોહિત, સુનીલ અને માતાને લાકડાના ફટકાથી મારમાર્યો હતો.
સુરતઃ સુરતના (surat) કોસાડ ભરથાણા ગામ રહેતા બગાડા પરિવાર (Bagada family) ઉપર ગુરુવારે રાત્રે વૈવાઈ પક્ષ દ્વારા અમારી છોકરીને કાઢી મુકી છે અને બીજી છોકરી લઈને આવ્યો છે. હોવાનુ કહી ચપ્પુ અને લાકડાના ફટકાથી હુમલો (attack with knife and stick) કર્યો હતો. બનાવ અંગે પોલીસે (Police) રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતના અમરોલી કોસાડ ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં રહેતા અજય બીસન બગાડા (ઉ,વ.૨૩) કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે સારથી બિલ્ડિંગમાં હીરા ઘસવાની મજુરી કરે છે અને તેના પિતા કુલીનું કામ કરે છે.
પરિવારમાં માતા-પિતા ઉપરાંત અજય સહિત ચાર ભાઈઓ છે જેમાં સોથી મોટો રાકેશના લગ્ન દસ વર્ષ પહેલા ભરથાણા ગામમાં રહેતા રતન માંગીલાલ દાયમાની છોકરી રીના સાથે થયા હતા અને સંતાનમાં દેવ (ઉ.વ.૭) અને આર્ચન (ઉ.,વ.૪) છે, રીનાને ખાવાનું બનાવતી ન હોય અને કંકાસ કરતી હોવાથી તેના પિતાના ઘરે મોકલી આપી હતી.
ત્યારબાદ રાજેશે દોઠ વર્ષ પહેલા રેખા નામની છોકરી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. દરમિયાન ગુરુવારે નવેકા વાગ્યે ઘરની બહાર ગાળાગાળીનો અવાજ આવતા અજય બગાડાઍ ઘરનો દરવાજા ખોલીને જાતા તેના ભાઈ રાજેશના સસરા રતન માંગીલાલ દાયમા, આકાશ રતન દાયમા, રીનાબેન રતન દાયમા, ધાપુબેન મુન્ના દાયમા, અર્જુન મુન્ના દાયમા, ચિન્ટુ મુન્ના દાયમા, અને રાકેશ મુન્ના દાયમા ચપ્પુ અને લાકડાના ફટકા સાથે ધસી આવ્યા હતા અને અજયને તમે અમારી છોકરીને કાઢી મુકી છે.
અને રાજેશ બીજી છોકરીને લઈ આવ્યો છે. તેવુ કહી ગાળાગાળી કરી અજય ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો જયારે તેના ભાઈ રોહિત, સુનીલ અને માતાને લાકડાના ફટકાથી મારમાર્યો હતો જેમાં રોહિતને મોઢાના ભાગે ફટકો મારતા તેનો દાત તુટી ગયો હતો.
આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન સુનીલે ફોન કરતા રાજેશ પણ ઘરે દોડી આવ્યો હતો અને બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસïની ગાડી આવતા તમામ આરોપીઓ ભાગી ગયા હતા. અજય સહિતના પરિવારના સભ્યોઍ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે બનાવ અંગે ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર