આંખ ઉઘાડતો સુરતનો કિસ્સો! કારખાનેદારને ફેસબુક ઉપર વેચવા મૂકેલી કાર ખરીદવાનું ભારે પડ્યું

આંખ ઉઘાડતો સુરતનો કિસ્સો! કારખાનેદારને ફેસબુક ઉપર વેચવા મૂકેલી કાર ખરીદવાનું ભારે પડ્યું
પ્રતિકાત્મક તસવીર

કારખાનેદાર ફેસબુકમાં ક્રુપલ નામના પેજ ઉપર કાર વેચવાની જાહેરાત જાયા બાદ આપેલા કોન્ટેક નંબર ઉપર ફોન કરતા જાહેરાત મુકનારે પોતાની ઓળખ વડોદરામાં આર્મીમેન તરીકે આપી હતી.

  • Share this:
સુરતઃ નાના વરાછા વિસ્તારમાં રહેતા ઍમ્બ્રોઈડરી કારખાનેદાર (Embroidery manufacturer) સાથે રૂપિયા 63 હજારની ઠગાઈ થઈ છે. કારખાનેદાર ફેસબુકમાં (facebook) ક્રુપલ નામના પેજ ઉપર કાર વેચવાની જાહેરાત જાયા બાદ આપેલા કોન્ટેક નંબર ઉપર ફોન કરતા જાહેરાત મુકનારે પોતાની ઓળખ વડોદરામાં (vadodara) આર્મીમેન (Army man) તરીકે આપી ગાડીનો રૂપિયા 1.90 લાખમાં સોદો કર્યા બાદ ટુકડે ટુકડે કરી ઓનલાઈન (Online payment) રૂપિયા 63 હજાર પડાવ્યા બાદ ગાડી નહી મોકલી મોબાઈલ બંધ કરી દીધો હતો. કારખાનેદારને તેની સાથે છેતરપિંડી (fraud) કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

મૂળ અમરેલીના રાજુલા તાલુકાના દાતરડી ગામના અને હાલમાં સુરતમાં નાના વરાછા અમરદીપ સોસાયટીમાં રહેતા અશોક દામજીભાઈ સાવલીયા (ઉ.વ.35) ટેક્ષટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને અમરોલીમાં ઍમ્બ્રોઈડરીના કારખાનુ ધરાવે છે.અશોકભાઈ ગત તા 31મી જુલાઈના રોજ સવારે ઘરે હતા તે વખતે દસેક વાગ્યાના આરસામાં તેમના મોબાઈલના ફેસબુકમાં ક્રુપલ નામનાં પેજ જાતા ઍક હુન્ડાઈ કંપનીની આઈ/20 ફોર વ્હીલ ગાડી વેચવા અંગેની જાહેરાત જાઈ હતી જેમાં મોબાઈલ નંબર અને ગાડીની કિંમત રૂપિયા 2,31,000 લખી હતી. ત્યારબાદ અશોકભાઈ કારખાને જઈને મોબાઈલ પર ફોન કરતા ફોન રીવીસ કરનારે પોતાની ઓળખ આર્મીમાં વડોદરા ખાતે નોકરી કરતો હોવાની આપી હતી.

આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

અશોકભાઈએ તેમને હુન્ડાઈ ગાડી પસંદ હોવાનું અને રૂપિયા 1,80,000માં લેવાની વાત કરી હતી. તો આર્મીમેન તરીકે ઓળખ આપનારે છેલ્લા ગાડી રૂપિયા 1,90,000માં વેચવાની વાત કરતા અશોકભાઈઍ ગાડી લેવાની હા પાડતા પહેલા રૂપિયા 11 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. અશોકભાઈને વિશ્વાસ આવતા કાપોદ્રા આર.કે. ઈન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ વતન ઓનલાઈન મની ટ્રાન્સફરની ઓફિસમાંથી મોબાઈલ ફોનના ગુગલ પે પરથી આમીમેનના ઍકાઉન્ટમાં ટુકડે ટુકડે કરી રૂપિયા 11 હજાર ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચોઃ-અનોખો સેવા યજ્ઞ! માત્ર 7 ધોરણ સુધી ભણેલી રોપડા ગામની આ મહિલાએ ગામના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું

આ પણ વાંચોઃ-કોરોનાથી લોકોને બચાવવા માટે Amulએ લોન્ચ કરી 'હલ્દી આઈસક્રીમ', જાણો કેટલી છે કિંમત

ત્યાર પછી આર્મીમેનની ઓળખ આપનારે વોટ્સઅપ ઉપર બીલ મોકલી ક્હ્નાં હતું કે આર્મી કેમ્પમાંથી ગાડી કાઢવા માટે મેજર સાહેબની પરવાની માટે તમારે બીજા રૂપિયા 21,500 ભરવા પડશે કહેતા અશોકભાઈઍ તે રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, પૈસા ટ્રાન્સફર કરવાના અડધા કલાકમાં ફોન કરી ગાડી ટ્રાન્સપોર્ટ દ્વારા રવાના કરી દેવામાં આવી હોવાનુ કહી બીજા રૂપિયા 31,120નું કહેતા અશોકભાઈઍ ગાડીના ફોડા મોકલવાનું કહેતા બદમાશે આર્મીગાડીના ફોટા મોકલાનતા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

ઠગબાજા ફરી અશોકભાઈને મૂળ કિંમતના 70 ટકા પેમેન્ટ ભરવા પડશે. તો 30થી 40 મીનીટમાં તમારા ઘરે ગાડી આવી જશે. જાકે અશોકભાઈઍ ગાડી આવી જશે ત્યારે પેમેન્ટ ચુકવાની વાત કરતા બદમાશે ગાડી પરત મંગાવી લઉ છું હોવાનુ કહી ચુકવેલા કુલ રૂપિયા 63,620ની પરત માંગણી કરવા માટે ફોન કરતા મોબાઈલ રીસીવ કર્યો ન હતો. અને પૈસા કે ગાડી નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે અશોકભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:August 02, 2020, 18:56 pm

टॉप स्टोरीज