Home /News /south-gujarat /

સ્વચ્છતા અંગે સુરત 14માં ક્રમથી ધકેલાઈને આ વખતે 20માં ક્રમે આવ્યું

સ્વચ્છતા અંગે સુરત 14માં ક્રમથી ધકેલાઈને આ વખતે 20માં ક્રમે આવ્યું

પ્રતિકાત્મક તસવીર

સરકાર દ્વારા દેશભરના શહેરોમાં હાલ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરાઇ છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે.

સુરતઃ આમતો સુરત શહેર (surat city) સફાઈ માટે દેશસાથે વિશ્વમાં જાણિતું છે. ત્યારે  ભારત સરકારના (Government of India) સ્વચ્છતા સર્વેક્ષણ માટે જાહેર થયેલા ચાર તબક્કામાંથી બે તબક્કા પુરા થયા છે. પહેલા કવાર્ટરમાં સુરત ૩જા ક્રમે આવ્યું પણ બીજા ક્વાર્ટરમાં 20માં ક્રમે ધકેલાઇ ગયું છે.જોકે સુરત નો નંબર પાછળ જતા વિપક્ષ દ્વારા તંત્ર કામ કરવા કરતા ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કર્યા છે.

સુરત શહેર એક સમયે સફાઈ માટે દેશ સાથે વિશ્વમાં પોતાનું નામ કર્યું છે અને લોકો આ શહેરની સફાઈ જોવા  માટે આવતા હતા. પણ આ વખતે સરકાર દ્વારા દેશભરના શહેરોમાં હાલ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરાઇ છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. ગત વખતે 14 ક્રમ મેળનાર સુરત સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં પ્રથમ 10 શહેરોમાં ગુજરાતના (Gujarat) ત્રણ શહેરોનો સમાવેશ થયો છે.

પહેલા કવાર્ટરમાં સુરત-3જા ક્રમે, આવ્યુ હતું જે બીજા રાઉન્ડ માં 20 માં કર્મે ધકેલાઈ ગયું છે જોકે ત્રીજા રાઉન્ડ માં 5 ક્રમ મેળવ્યાનું સુરતના મેયરનું કહેવું છે. જોકે લોકોએ આ સફાઈ માટે આગળ આવી પોતાની નૈતિક ફરજ સાથે તંત્રને મદદ કરવી જોઈએ. જોકે સરકાર દ્વારા ગ્રાન્ડ આપવામાં આવે છે તે પણ લોકોને જાગૃત કરવા સાથે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રતિયોગિતામાં દર વખતે અલગ અલગ હોય છે ત્યારે તેની વચ્ચે સતત આગળ રહેવા માટે તંત્ર કામ કરતુ હોય છે.

જોકે સુરત સફાઇને લઈને પાછળ ધકેલાયું છે તેની પાછળ શાસક પક્ષ અને પાલિકાના કર્મચારી નો ભ્રસ્ટાચાર છે તેવો વિપક્ષનો આક્ષેપ છે. કન્ટેનર ફ્રી સિટી કરવાના નામે કચરો નાખવામાં આવતા કન્ટેનર હટાવીને તંત્ર દ્વારા નાના કચરા પેટી મુકવામાં આવી છે. અને તેને સમય સાર ખાલી કરવામાં આનાથી આવી જેને લઈને કચરાના ઠગ રસ્તા પર જોવા મળે છે.

શહેરના લોકો જે ટેક્સ ભારે છે તેનાથી કામ ગિરિની જગિયા પર તાયફા સાથે અધિકારી ભ્રસ્ટાચાર કરતા હોય છે આમ તો રાજ્ય સરકારઅને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ડ લેવામાં શસકો નિષ્ફળ રહિયા છે ત્યારે આગામીદિવસ માં આજ પરીસ્તીથી રહિતો સુરત 20 માં સ્થાન ની જગિયા પર 50 સ્થાન પર જઇતો નવાઈની વાત નહિ અને સુરત નો નંબર પાછળ આવવા પાછળ તંત્ર જવાબદાર રહશે

જોકે દિલ્લી ટિમ આવાની હોય તે સમયે તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે તોપણ 20 નંબર આવે છે અને કદાચ આ ટિમ અચાનક આવી જાયતો કબર પડે કે સુરત ને કયું સ્થાન મળે છે પણ એવોડ લેવાની લાલચમાં તંત્ર અને શાસકો લોકોના રૂપિયાનું એધાણ કરી ને પાલિકાને ખાલી કરી નાખી છે.
First published:

Tags: Cleanliness, Surat City, ગુજરાત

આગામી સમાચાર