'કાકા તમને આ ઉંમરે આવું શોભે છે?' સુરતમાં બે મહિલા સહિતની ટોળકીએ વૃદ્ધને ખંખેરી લીધા

'કાકા તમને આ ઉંમરે આવું શોભે છે?' સુરતમાં બે મહિલા સહિતની ટોળકીએ વૃદ્ધને ખંખેરી લીધા
કતારગામ પોલીસ સ્ટેશન.

સુરતમાં બે મહિલા સહિતની ટોળકીએ એક વૃદ્ધને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને રૂપિયા ખંખેરી લીધા.

  • Share this:
સુરત: શહેરના કતારગામ (Katargam) વસ્તાદેવડી રોડ પર નીતા ઍસ્ટેટમાં સંચા ખાતું ધરાવતા ઘોડદોડ રોડના વૃદ્ધને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા સહિતની ટોળકીએ રૂપિયા 25 હજારનો તોડ કર્યો હતો. ટોળકીનો એક સાગરીત પહેલા વૃદ્ધને કામરેજ ખાતે એક રૂમમાં લઈ ગયો હતો. અહીં વૃદ્ધના બળજબરી પૂર્વક કપડાં ઉતરાવીને મહિલા સાથે બીભત્સ ફોટો પાડી લીધા હતા. જે બાદમાં પોલીસ બનીને આવેલા ગઠિયાઓેએ વૃદ્ધને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવી લીધા હતા. આ મામલે પોલીસે બે મહિલા સહિત ટોળકી સામે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઘોડદોડ રોડ યુનિયન પાર્કની ગલીમાં ગ્રીન ઍવન્યૂ રેસિડેન્સી કોમ્પ્લેક્ષમાં રહેતા કુંદનલાલ મગનલાલ કણીયા (ઉ.વ. 79) કતારગામ વસ્તાદેવડી રોડ નીતા ઍસ્ટેટમાં લુમ્સના 24 મશીન ચલાવતા હતા. દરમિયાન 11 મહિના પહેલા મિલકત જૂની હોવાથી પડી ગઈ હતી. જે બાદમાં મિલકતનો કાટમાળ અને મશીનરી ત્યાં જ પડી છે. કુંદનલાલ રોજના આ મિલકત પાસે આવીને બેસે છે. ગત ચોથી ડિસેમ્બરના રોજ સવારે જગ્યા પણ બેઠા હતા ત્યારે અજાણી વ્યક્તિ તેમની પાસે આવીને પ્લોટમાં પડેલો ભંગાર વેચવાને છે તેવું પૂછ્યું હતું. આ વ્યક્તિએ તેનું નામ વિશાલ જણાવ્યું હતું.આ સાથે જ તેણે પોતાનો નંબર કુંદનલાલને આપ્યો હતો. જે બાદમાં વિશાલે તારીખ 9મીના રોજ કુંદનલાલને ફોન કરી દેલાડપાટીયા પાસે 72 મશીન ભાડે આપવાનું જણાવ્યું હતું અને તેમને જોવા માટે બોલાવ્યા હતા. જે બાદમાં વૃદ્ધ વિશાલ સાથે બાઈક પર દેલાડપાટીયા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિશાલે જે જગ્યા ભાડે આપવાની છે તેની ચાવી ખોલવડગામ હોવાનુ કહી તે લેવા માટે કામરેજ ટોલટેક્સ થઈ આગળ ગિરિરાજ હોટલની પાછળ આવેલા ઍપાર્ટમેન્ટના ઍક રૂમમાં ગયા હતા.

આ પણ વાંચો: 

અહીં એક મહિલાએ વૃદ્ધને પાણી આપ્યું હતું. કુંદનલાલ પાણી પીતા હતા ત્યારે બે અજાણ્યા લોકો રૂમનો દરવાજા ખોલી અંદર આવી મહિલા તરફ જાઈ તમે આવા ધંધા કરો છો? કહી કુંદનલાલને બે ત્રણ તમાચા માર્યા હતા. જ્યારે વિશાલને તમાચા મારી બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદમાં કુંદનલાલના બળજબરી પૂર્વક કપડાં કઢાવી મહિલાની બાજુમાં બેસાડી તેની પાસે ગુપ્તાંગ પકડાવી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા.

દરમિયાન અંદર આવેલી અન્ય મહિલાએ તેમને નીચે બેસાડી દીધા હતા. ટોળકીના પ્લાન મુજબ રૂમમાં અન્ય  બે અજાણ્યાઓ આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કુંદનલાલને કાકા તમને આ ઉંમરે આ કામ શોભે છે? તેમ કહીને ફોટા વાયરલ નહીં કરવા હોય તો રૂપિયા 1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું.

આ પણ જુઓ-

કુંદનલાલે પૈસા નહીં હોવાનું કહેતા ટોળકીએ તેમને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની અને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. છેવટે પૈસા બાબતે વાટાઘાટો કરી રૂપિયા 25 હજાર આપવાનું નક્કી થયું હતું. કુંદનલાલે તેમની પાસે પૈસા ન હોવાથી તેમના મિત્રની દુકાનેથી મંગાવ્યા હતા. જે બાદમાં તેમણે ઘરે આવી તેના પુત્રને આ અંગે વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 22, 2020, 17:36 pm

ટૉપ ન્યૂઝ