Home /News /south-gujarat /સુરત: અમેરિકામાં સ્થાયી થયેલા પુત્રની જમીન ખુદ પિતા અને ભત્રીજીએ પચાવી પાડી, લેઉવા સમાજના પૂર્વ પ્રમુખની ધરપકડ

સુરત: અમેરિકામાં સ્થાયી થયેલા પુત્રની જમીન ખુદ પિતા અને ભત્રીજીએ પચાવી પાડી, લેઉવા સમાજના પૂર્વ પ્રમુખની ધરપકડ

Surat land grabbing case: સુરતમાં આવેલી સોનાની લગડી સમાન જમીનોના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. આવી જમીનો પચાવી પાડવાની ફરિયાદો સુરત પોલીસમાં સતત નોંધાઈ રહી છે.

Surat land grabbing case: સુરતમાં આવેલી સોનાની લગડી સમાન જમીનોના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. આવી જમીનો પચાવી પાડવાની ફરિયાદો સુરત પોલીસમાં સતત નોંધાઈ રહી છે.

    સુરત: સુરતમાં દિવસેને દિવસે જમીનના ભાવ (Land price) આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે જમીન પચાવી (Land grabbing) પાડવાની અનેક ઘટના સામે આવે છે. NRI વ્યક્તિની મિલકતો અને અસલ ડોક્યુમેન્ટ્સ (Property and original documents) પચાવી પાડી હાથપગ તોડી નાંખવાની ધમકી આપવાના મામલે સમસ્ત લેઉવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ અને તેની ભત્રીજી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ કેસમાં ફરિયાદીના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ભત્રીજી પોલીસ પકડથી દૂર છે.

    સુરતમાં આવેલી સોનાની લગડી સમાન જમીનોના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. આવી જમીનો પચાવી પાડવાની ફરિયાદો સુરત પોલીસમાં સતત નોંધાઈ રહી છે. સુરતમાં એક યુવકે પોતાની જમીન અને સાચા દસ્તાવેજ કબજે કરી છેતરપિંડી કર્યાંની ફરિયાદ અન્ય કોઈ નહિ પણ પોતાના પિતા અને ભત્રીજી વિરુદ્ધ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના રાંદેર ઉગત રોડ પર દેવ આશીષ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા 53 વર્ષીય નૈનેષ ઠાકોર પટેલ (Nainesh Thakor Patel)ની હિસ્સાની વીમા પોલીસીઓ, રોકડ રકમ, અસલ પાસપોર્ટ, બેંક એકાઉન્ટની ચેકબુકો, પાસબુકો સહિતના અસલ દસ્તાવેજો પિતા ઠાકોર પટેલે ખોટું કરવાની દાનત સાથે પોતાના કબજામાં લીધા હતા.

    આ પણ વાંચો: વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફ્રોમ લગ્ન મંડપ: દુલ્હો લગ્ન મંડપમાં કરી રહ્યો હતો લેપટોપ પર કામ!

    NRI પુત્રએ પિતા પાસે અસલ દસ્તાવેજોની માંગણી કરી તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ પિતા ઠાકોર પટેલની સુલતાનાબાદમાં એસએનએસ મરીનમાં નવમા માળે ફલેટ, અઠવાલાઇન્સ નવી કોર્ટની સામે હિરલ આર્કેડની દુકાન અને અઠવાલાઇન્સની દિવ્યકાંત બિલ્ડિંગની દુકાન ભત્રીજી પૂજાએ પોતાના નામે કરાવી લીધી છે. જેને લઈને અમેરિકાના NRI પુત્રએ સુરતના ઉમરા પોલીસ મથકમાં પિતા અને ભત્રીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો: સુરત: 'મેરા ઝઘડા હો ગયા થા,' કારખાનામાં મળવા આવેલા અજાણ્યા યુવકની હત્યા
    " isDesktop="true" id="1118323" >

    માતાના મરણ અવસ્થામાં કોરા કાગળો પર અંગુઠાના નિશાનો કરાવી પિતા અને ભત્રીજી પૂજાએ પોતાના કબજામાં રાખી લીધા હતા. જોકે, અમેરિકાના નાગરિક એવા યુવાની ફરિયાદના આધારે પોલીએ ગુનો દાખલ કરીને આરોપી એવા સમસ્ત લેઉવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ અને ફરિયાદની પિતા એવા ઠાકોર ભુલાભાઈ પટેલની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ ભત્રીજી પૂજા વિરાજ મોદી પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપી એવા ઠાકોર પટેલ સામે અગાઉ પણ પુણા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે.
    First published: