સુરત: અસામાજિક તત્વોની દાદાગારી આવી સામે, બાઇક સવાર યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ

સુરત: અસામાજિક તત્વોની દાદાગારી આવી સામે, બાઇક સવાર યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ
વીડિયો વાયરલ.

પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરતી, જેને લઇને આવા તત્વો બેફામ બન્યા છે. આવા અસામાજિક તત્વો સામાન્ય નાગરિકો સમક્ષ દાદાગીરી કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતા હોય છે.

  • Share this:
સુરત: સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સુરતમાં ગુનેગારો (Surat crime rate) બેકાબૂ બની રહ્યા છે. જેનો ભાગ નિર્દોષ અને સામાન્ય લોકો બની રહ્યા છે. અનેક કિસ્સામાં ફરિયાદ કરવા છતાં પોલીસ (Surat police) આવા તત્વો સામે કોઈ કાર્યવાહી નથી કરતી, જેનાથી તેઓ બેફામ બનતા હોય છે. સુરત શહેરમાં બાઇક પર સવાર એક યુવકને જાહેરમાં કેટલાક યુવાનોએ માર મારી દાદાગીરી કરી હોય તે ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગઈ છે.

સુરત જાણે કે ગુનાખોરીનું હબ બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે. સવાર પડતા જ અહીં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ફરિયાદ ઉઠે છે. પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરતી, જેને લઇને આવા તત્વો બેફામ બન્યા છે. આવા અસામાજિક તત્વો સામાન્ય નાગરિકો સમક્ષ દાદાગીરી કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતા હોય છે. સુરતના લસકાણા વિસ્તારમાં બનેલા બનાવમાં યુવાન સાથે પહેલા કેટલાક લોકો ઝઘડો કરે છે. બાદમાં બાઈક સવાર યુવકને જાહેરમાં માર મારી બાઇક પરથી જમીન પર પાડી દઈને જાહેરમાં માર મારતા હોવાની ઘટના સામે આવી છે.આ પણ વાંચો:  અમદાવાદ: 'બજાર બંધ હોવા છતાં PSI અને કોન્સ્ટેબલ હપ્તા માંગે છે,' નનામો પત્ર વાયરલ થતા ખળભળાટ

યુવાનને શા માટે માર મારવામાં આવ્યો છે તે બાબતે હજુ કોઇ જાણકારી મળી નથી. જોકે, યુવાનને માર મારવાની ઘટનાએ નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. કેટલાક સામાજિક તત્વો આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આંતક મચાવતા હોવાની હોવાથી સ્થાનિક લોકોએ અસામાજિક તત્વોની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યાં છે.

આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં સ્ટન્ટના વીડિયો બનાવવાનો શોખીન કિશોર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

વીડિયો વાયરલ થતાની સાથે જ સરથાણા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ અસામાજિક તત્વો સામે સરથાણા પોલીસ આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આવા અસામાજિક તત્વો શહેરના અલગ અલગ વિસ્તારોમાં દાદાગીરી કરતા રહે છે. પોલીસની તેમના સામે કોઈ કડક કાર્યવાહી ન કરતી હોવાથી તેમની હિંમત વધતી હોય છે અને બીજો ગુનો કરવા પ્રેરાતા હોય છે. જો પોલીસ આવા તત્વોને પકડીને કાયદાનો બરાબર પાઠ ભણાવે તો આવા બનાવો અટકી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:May 13, 2021, 11:24 am

ટૉપ ન્યૂઝ