CCTV વીડિયો : સુરતમાં રાત પડતા જ પથ્થર લઈને નીકળે છે આ શખ્સ, ગાડીઓને બનાવે છે નિશાન

CCTV વીડિયો : સુરતમાં રાત પડતા જ પથ્થર લઈને નીકળે છે આ શખ્સ, ગાડીઓને બનાવે છે નિશાન
સુરતના આ સ્ટોન હીટરે વાડી ફળિયામાં મચાવ્યો આતંક

સુરતના વાડી ફળિયાના રહીશોનો માથાનો દુ:ખાવો બન્યો છે આ સખ્સ, પથ્થર દ્વારા કાચ તોડી નાખે છે, પેટ્રોલ ચોરી નાખે છે અને ગોબા પાડીને પહોંચાડે છે નુકશાન, કારણ નથી જાણતું કોઈ

  • Share this:
સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો (Notorious gang) આંતક વધી રહ્યો છે ત્યારે સુરતના વાડી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસથી મહોલ્લામાં પાર્ક કરેલ ગાડીની સીટ ફાડી નાખવા સાથે ગાડીમાંથી પેટ્રોલ ચોરી થવા સાથે પથ્થર લઇને ગાડીને નુકસાન કરવાની સતત ઘટના બનતી હતી જોકે સ્થાનિકોએ સીસીટીવી (CCTV Video) ચેક કરતા પથ્થર સાથે મોહલ્લા ફરતો એક યુવાન કેમેરામાં કેદ થયો હતો જોકે આ બાદ સ્થાનિક લોકોએ આ મામેલ પોલીસ ફરિયાદ કરી છે

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે, જોકે અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં કઈને કઈ બાબતે કોઈ સાથે ઝઘડો થાય તો તેની અદાવતમાં સોસાયટીમાં પાર્ક કરેલ ગાડીને નુકસાન કરતા હોય છે ત્યારે આવી એક ઘટના સામે આવી છે સુરતના વાડીફળીયા ખાતેથી.



અહીંયા છેલ્લા કેટલાક સામેથી રાત્ર દરમિયાન મોહલ્લા માં પાર્ક કરેલ વાહનોને કોઈ ઈસમ નુકસાન કરતો હતોકોઈ દિવસ ગાડીની સીટ ફાડી નાખે તો કોઈ દિવસ ગાડીમાંથી પેટ્રોલની ચોરી પણ કરવામાં આવતી હતી જોકે, છેલ્લા ત્રણ દિવસ થી પથ્થર વડે ગાડીના કાચ તોડવાની સાથે ગાડીને પથ્થર મારીને નુકસાન કરવામાં આવતું હતું.



આ પણ વાંચો :  સુરત : માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

જોકે આ મામલે દરરોજની આવી ઘટના થી કંટાળેલા લોકો મહોલ્લામાં લાગેલા સીસીટીવી ચેક કરતા એક ઈસમ રાત્રીના સમયે પથ્થર લઇને ફરતો જવા મળ્યો હતો. જોકે આ ઇસમ ક્યા કારણોસર ગાડીઓને નુકસાન કરે છે તે મોહલ્લાના લોકો સમાજી શક્યા ન હોવાને લઈને આ મામલે પોલીસ મથકે દોડી જઈને લેખિતમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : સુરત : રાંદેર પોલીસના નાક નીચે ઝડપાયેલા જુગારધામની ગાજ PI પર પડી, નોકરીમાં સસ્પેન્ડ થયા

જોકે પોલીસે મોહલ્લામાં આવેલા સીસીટીવી મેળવી ગાડીને નુકસાન કરતા ઈસમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે આવી સતત ઘટના સુરત માં બની રહી છે ત્યારે આવા ઈસમો ને પોલીસ પકડી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.
Published by:Jay Mishra
First published:December 28, 2020, 16:37 pm

ટૉપ ન્યૂઝ