સુરતમાં ખૂની ખેલ: 'જે મિત્રનો ઝઘડો હતો એજ ભાગી ગયો, મારામારીમાં મિત્ર સુરજ મારવાડીને રહેંસી નાખ્યો

સુરતમાં ખૂની ખેલ: 'જે મિત્રનો ઝઘડો હતો એજ ભાગી ગયો, મારામારીમાં મિત્ર સુરજ મારવાડીને રહેંસી નાખ્યો
ઉધના વિસ્તારમાં યુવાનની હત્યા

બહેનનો વલોપાત, 'હુમલાખોરોના પગમાં પડી તો પણ એમ્બ્યુલન્સ ના બોલાવા દીધી, ધમકી આપી કે, 'કેસ મત કરના, વરના આપકો ભી ઉપર પહોંચા દેંગે'

  • Share this:
સુરત : ઉધાનમાં વિસ્તારમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક યુવાન મિત્રના ઝગડાની પતાવટ માટે ગયો હતો, જેમાં મામલો વધુ બિચકાતા મારા મારી શરૂ થઈ, હવે જેનો ઝગડો હતો તે ભાગી છૂટ્યો અને સમાધાન માટે ગયેલો સુરજ મારવાડી હાથમાં આવી ગયો. ભાગી છૂટેલા યુવાનની જગ્યા પર તેના મિત્રને એટલી હદે માર માર્યો કે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને 72 કલાકની સારવાર બાદ તેનું મોત થયું છે. પોલીસે માર મારનાર યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે વધુ એક હત્યાનો ગુનો સુરતના ઉધના પોલીસ મથકે નોંધાયો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરજ મારવાડીના મિત્ર વિજયને નજીકમાં રહેતા રહેમાન અને મકસુદ સહિત કેટલાક ઈસમો સાથે રૂપિયાની લેતી દેતીમાં કોઈ બાબતે ઝગડો થયો હતો. આ ઝગડાની પતાવટ માટે શનિવારે આ ઈસમોએ વિજયને બોલાવ્યો હતો, જેથી વિજય પોતાના મિત્ર સુરજ મારવાડીને સાથે લઇને ઝગડાની પતાવટ માટે ગયો હતો.આ પણ વાંચોસુરત ગડોદરા હત્યા મામલો: પતિએ પત્નીને માર મારી બેભાન કરી ટ્રેક પર સુવડાવી દીધી, મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત

ઝગડો પતવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતા સામેવાળા ઈસમો ઉશ્કેરાઈ ગયા અને વિજયને મારવા લાગ્યા હતા, આ સમયે આ ઝગડામાં વિજયને બચવા માટે સુરજ વચ્ચે પડતા વિજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેને લઈને આ ઇસમોએ વિજયનો ગુસ્સો સુરજ પર ઉતારીને તેને ઢોર માર માર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુરતને હોસ્પિટલ ખાતે લઇ જવા માંગતા હતા.

મહત્વની વાત એ છે કે, સૂરજની બહેને એમ્યુલન્સ બોલાવવાનો પ્રયત્ન કરતા મારમારનારા ઈસમોએ તે પણ બોલાવવા ના દીધી, આખરે આ ઇસમોના પગે પડ્યા બાદ સુરજને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આખરે 72 કલાકની સારવાર બાદ આ યુવાનનું મોત થયું છે.

આ પણ વાંચો - Live દુર્ઘટના Video: હાઈ વોલ્ટેજ લાઈન પર અચાનક કરંટ આવતા કર્મચારીનું દર્દનાક મોત

સૂરજની બહેને આ ઈસમો પર આક્ષેપ કર્યો છે કે, આ ઈસમો તેમને ધમકી આપી રહ્યા છે કે, 'કેસ મત કરના, ફટાફટ પતા દો, નહિ તો આપ કો ભી ઉપર પહોંચા દેગે'. બહેને પોલીસને જણાવ્યું કે, 'મેરે ભાઈ કો હોસ્પિટલ લે જાને કે લિયે એમ્બ્યુલન્સ તક નહિ બુલાને દી, પેર પકડ કર, જેસે તેસે કર કે રીક્ષા મેં સિવિલ લે આયે તો ડોક્ટરોને કહા જલ્દી નહિ લા સકતે થે, જબ હાલત બગડી તો લે કર આયે, અબ મેરા ભાઈ મર ગયા હે, હત્યારો કો છોડના નહિ' કહીને આ ઈસમો વિરુદ્ધ હત્યા ની ફરિયાદ આપતા પોલીએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:April 20, 2021, 21:29 pm

ટૉપ ન્યૂઝ