સુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

સુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય
સુરત મહિલા પોલીસકર્મીનું કોરાનાથી મોત

લોકો ઘરમાં સુરક્ષિત હતા ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા.

  • Share this:
સુરત : કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

સુરતમાં કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી જ પોલીસ આગળ આવી સતત કામગીરી કરી રહી છે. જયારે લોકો ઘરમાં સુરક્ષિત હતા ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા. અને પોલીસની આ ફરજ આજે જયારે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે પણ યથાવત છે. આ દરમ્યાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝીટીવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે. પરંતુ કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન પણ થયું છે.આ પણ વાંચોરાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત

મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ મથકમાં ૨૫ વર્ષીય રશ્મિબેન મકનજી ભાઈ ગામીત એલ.આર. તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના પોઝીટીવ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છેલ્લા ૫ દિવસથી સારવાર હેઠળ હતા. દરમ્યાન આજે તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો - જામનગર: 'રાત્રે કોઈ નથી મળવા આવ જે', પ્રેમિકાના પરિવારે ખેતરમાં ઝાડે બાંધી પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ

પોલીસ બેડામાં શોકનો માહોલ

સુરતમાં પોલીસકર્મીઓ કોરોનાના કહેર વચ્ચે અને કફર્યુના સમયમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આજરોજ મહિલા પોલીસકર્મીનું કોરોનાના કારણે નિધન થતા મહિલા પોલીસકર્મીના પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી, અને તમામ પોલીસકર્મીઓએ મૃતક મહિલા પોલીસકર્મીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતીજોકે સતત કોરોના કામગીરી દરમિયાન મનપા હોસ્પિટલ અને પોલીસ વિભાગના કર્મચારી સંક્રમિત થયા બાદ મોતને ભેટી રહ્યા છે ત્યારે વધુ એક કર્મચારી મોત થયું છે
Published by:kiran mehta
First published:April 12, 2021, 22:58 pm