સુરત : પરિણીતાની ગળુ દબાવી હત્યા, '2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી'

સુરત : પરિણીતાની ગળુ દબાવી હત્યા, '2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી'
સુરતના રૂદરપુરામાં મહિલાની હત્યા

પીઍસઆઈ ઍમ.બી.ચૌહાણ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કરી પતિ દેવેન્દને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.

  • Share this:
સુરત : શહેરમાં વધુ એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિને શંકાના દાયરમાં લઈ તેની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

એક તરફ શહેરમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે પણ સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. શહેરમાં વધુ એક હત્યાની સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અઠવા વિસ્તારમાં પરિણીતાની ગળું દબાવી હત્યા થતા હોહાપો મચી જવા પામ્યો છે.આ પણ વાંચો - આ પણ વાંચો - સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મગનભાઈ દુર્લભભાઈ પટેલના મકાનમાં રહેતા દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચી પરિવરમાં પત્ની મનુબેન, બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીનું ભરણ પોષણ કરે છે દેવેન્દ્ર ગઈકાલે બપોરે ઍક વાગ્યે તેની ચાર વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ ગયો હતો, અને દોઢ બે વાગ્યે પરત ધરે આવ્યો ત્યારે તેની પત્ની મનુબેનનુ ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આ પણ વાંચો - રાજકોટ : ધોરણ 10ના વિદ્યાર્થીએ પકડી અનંતની વાટ, પિતાનો કલ્પાંત - 'બસ એટલું કહ્યું, કાલે તારે સ્કૂલે જવાનું છે'

દેવેન્દ્રએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસનો કાફળો સ્થળ પર દોડી ગયો હતો અને મનુબેનની લાશને પીઍમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જોકે, મનુબેનની હત્યા મામલે પીઍસઆઈ ઍમ.બી.ચૌહાણ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કરી પતિ દેવેન્દને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે. જોકે માતાની હત્યા થતા બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીએ નાની ઉમરમાં માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:kiran mehta
First published:February 05, 2021, 17:47 pm

ટૉપ ન્યૂઝ