સુરત : 'હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે', પત્નીને અંતિમ ફોન કરી યુવાનનો આપઘાત

સુરત : 'હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે', પત્નીને અંતિમ ફોન કરી યુવાનનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરના સારોલી વિસ્તારના રહેવાસી એક જવાનજોધ યુવાને ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

  • Share this:
સુરત : શહેરમાં આપઘાત (Suicide)નો સીલસીલો યથાવત છે. કોરોના વાયરસ (Coronavirus)બાદ આપવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. મહત્વની વાત એ છે છે લોકડાઉન (Lockdown) બાદ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન થઈ તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરત(Surat)માં વધુ એક આપઘાત સામે આવ્યો છે. જેમાં યુવાને ઝાડ પર દોરડુ બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના સારોલી વિસ્તારના રહેવાસી એક જવાનજોધ યુવાને ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે ઘટના સ્થળ પર જઈ યુવાનને નીચે ઉતારી પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો - સુરત: પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ

વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ પાસે એક ઝાડ પર યુવાનની લાશ લટકી રહી હતી, આ ઘટનાની જાણ સૌપ્રથમ ત્યાં ફાર્મ પર કામ કરતા મજૂરોને થઈ હતી. તેમમે તુરંત પોલીસને જાણ કરતા જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા નજીકમાં ટેમ્પો પડ્યો હતો, જેથી આ યુવાન કોણ છે તેની માહિતી તેમાં રહેલા કાગળો પરથી પડી હતી. ત્યારબાદ પોલીસે યુવાનના પરિવારનો સંપર્ક કરી જાણ કરી લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

આ પણ વાંચો - સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

આ મામલે પોલીસે યુવાનની પત્નીની પોલીસે પ્રાથમિક પુછપરછ કરી હતી, મરનાર યુવાનનું નામ કેતન પટેલ હોવાનું સામે આવ્યું છે, અને તે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. મરતા પહેલા યુવાને છેલ્લે તેની પત્ની સાથે વાત કરી હતી. ત્યારે યુવાને પત્નીને કહ્યું હતું કે, હું આજે ઘરે આવવાનો નથી આપઘાત કરી લઈશ. આ વાત બાદ પત્ની પરિવાર સાથે તેને શોધી રહી હતી, અને અંતે તેના મોતના સમાચાર મળ્યા.

આ પણ વાંચોસુરત : 'મમ્મા ઘર કે નીચે રહેતે અંકલને મેરે સાથ ગંદા કીયા', ગુમ થયેલું બાળક લોહીલુહાણ હાલતમાં મળ્યું

મળતી માહિતી મુજબ, મરનાર કેતન પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો, તેને ત્રણ વર્ષનો બાળક છે અને પિતા ખેડૂત છે. અચાનક ઘરનો દીકરો અને બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકમાં માહોલ થવાઈ ગયો છે, પોલીસને હજુ મોતનું સ્પષ્ટ કારણ મળ્યું નથી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 24, 2021, 21:16 pm