સુરત : ટ્રેનમાં મોબાઈલ ચોરવાનું ભારે પડ્યું, લોકોએ મેથીપાક આપી, પગ બાંધી લટકાવ્યો ઊંધો - Video

સુરત : ટ્રેનમાં મોબાઈલ ચોરવાનું ભારે પડ્યું, લોકોએ મેથીપાક આપી, પગ બાંધી લટકાવ્યો ઊંધો - Video
ચોરને મેથીપાક

મોબાઈલચોરને પાઠ શિખાવવા લોકોએ કાયદો હાથમાં લીધો હતો અને આ ઈસમને મેથી પાક આપીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત : ઉધના રેલવે સ્ટેશન પર આજે એક યુવાને માર મારવાનો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ ઈસમ દ્વારા શ્રમિકનો મોબાઈલ તફડાવતા રંગેહાથે ઝડપાઈ ગયો. દાનાપુર ટ્રેનમાં એક નહીં 4-5 મુસાફરોના મોબાઇલ ચોરાયા હોવાનું બહાર આવતાં મુસાફરોએ હાથ જોડીને મોબાઈલ પરત આપવા વિનંતી અને આજીજી કર્યા બાદ પોલીસને બોલાવવાની વાત કરતા મોબાઈલચોરને પાઠ શિખાવવા લોકોએ કાયદો હાથમાં લીધો હતો અને આ ઈસમને મેથી પાક આપીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે એક યુવાનને લોકોએ મેથીપાક આપ્યો હતો. જોકે આ વિસ્તારમાં રહેતા અને શ્રમિકો વતન જતા-આવતા હોય છે, ત્યારે આ વિસ્તામાં નામચીન હિસ્ટ્રી ચીટર 10 કરતા વધુ ગૅંગ સક્રિય છે, જે લોકોના મોબાઈલ તફડાવી લેતી હોય છે, ત્યારે આજે દાનાપુર ટ્રેનમાં એક નહીં 4-5 મુસાફરોના મોબાઇલ ચોરાયા હોવાનું બહાર આવતાં મુસાફરોએ હાથ જોડીને મોબાઈલ પરત આપવા વિનંતી અને આજીજી કરી હતી. જોકે મોબાઇ ચોરી કરનાર પકડાયેલા ઈસમો મોબાઈલ આપવાની જગ્યા પર લોકો સાથે દાદાગીરી શરૂ કરી હતી.



આ પણ વાંચો - સુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

ત્યારે આ ઈસમોને કોઈ પકડી પોલીસ પાસે લઇ જવાની ધમકી આપે ત્યારે આ ઈસમો લોકોને ધમકી અપાતા હોય છે અને પોલીસ આવા ઈસમો સામે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઈને આ ઈસમો ટ્રેનમાં મોબાઈલ ચોરી, કીમતી સમાનની ચોરી, પર્સ અને દાગીના ચોરી કરતા હોય છે. આવા ઈસમો પકડાય ત્યારે પોલીસે મુસાફરોને પણ કલાકો સુધી બેસાડી સવાલ-જવાબ અને નિવેદનમાં ટ્રેન ચુકાવી દેવાય છે. મુસાફર કંટાળીને ફરિયાદ ન કરે એટલે ચોર સરળતાથી છૂટી બીજા મુસાફરોને ટાર્ગેટ કરવાની લાઈનમાં ઊભા રહી જાય છે.



આ પણ વાંચો - રાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

પકડાયેલા ઈસમો સ્થાનિક છે અને ચોરીની હિસ્ટ્રી લાંબી છે, પોલીસ ચોપડે કુખ્યાત છે. આવા ચોરો સામે ગુજસીટોક દાખલ કરી કાયમી ઉકેલ લાવવો જોઈએ. આ તમામ ચોરો માત્ર ટ્રેનના પ્રવાસી શ્રમજીવી મુસાફરોને જ નિશાન બનાવે છે. એની પાછળનું એક કારણ એ પણ કહી શકાય કે, મુસાફર ક્યાં ફરિયાદ કરશે. બીજું એક કારણ એ પણ કહી શકાય કે, આ ચોરો બધા જ એકલ-દોકલ કામ કરતા હતા. આવી 10થી વધુ ગેગ છે. જ્યારે મુસાફર એકલો પડી જાય ત્યારે તેને મારીને કે ઘા મારી ડરાવી દેવાય છે. ત્યારે ટ્રેનમાં એક ચોરને ઝડપી લોકોએ મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો છે. હવે પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે પછી છોડી મૂકે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:April 13, 2021, 20:38 pm

ટૉપ ન્યૂઝ