સુરત: 'બન કે દિવાના મેરા પીછા ના કર' ગીત પર વર્દીમાં સોશિયલ મીડિયા પર Video બનાવવો ભારે પડ્યો, થયો વિવાદ

સુરત: 'બન કે દિવાના મેરા પીછા ના કર' ગીત પર વર્દીમાં સોશિયલ મીડિયા પર Video બનાવવો ભારે પડ્યો, થયો વિવાદ
મહિલા હોમગાર્ડ સોશિયલ મીડિયામાં વર્દી સાથે વીડિયો બનાવી આવી વિવાદમાં

ટિક્ટોક બાદ હવે અન્ય સોશિયલ સાઈટ પર વર્દીમાં વીડિયો શરૂ થતા વિવાદ વકર્યો, મહિલા કર્મીને વિભાગીય નોટિસ

  • Share this:
સુરત: સોશિયલ મીડિયામાં ટિક્ટોક જેવી સાઈડમાં શોટ ફીલ અને ગીતો પર વિડીયો બનાવવાને લઈને અને તેમાં પણ વર્દી પર બનેલા વીડિયોને લઈને વિવાદ શરુ થયા બાદ, તમામ સરકારી કર્મચારીને આવા વિડીયો નહિ બનાવની સૂચના આપવામાં આવી હતી. જોકે આજે સુરત ખાતે હોમગાર્ડ મહિલાએ વર્દી પર વિડીયો બનાવી સોશિલ મીડિયામાં વાઇરલ કરતા વિવાદ ઉભો થયો છે. જોકે હાલમાં આ મહિલાને ટી વિભાગમાંથી નોટિસ આપવા સાથે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જોકે વિડીયો વાયરલ થતા મહિલા કર્મચારી વિવાદમાં સપડાઈ છે.

થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં વર્દી પર ફિલ્મી ગીત પર શોટ ફિલ્મ પર વિડીયો બનાવી ટીકટોક જેવી સોશિયલ સાઈડમાં મુકવાથી કેટલાક પોલીસ કર્મચારી વિવાદમાં આવ્યા હતા. અને તંત્ર દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, ત્યારે આ વિવાદ સમી ગયો હતો, પણ હાલમાં સુરતના સોશિલ મીડિયામાં એક વીડિયોને લઈને ફરી વિવાદ ઉભો થયો છે.આ પણ વાંચો - જામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત

સુરતના હોમગાર્ડ મહિલાએ શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતાો. જેથી હોમગાર્ડના જવાનોમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ? એવા પ્રશ્નો ઉભા થયા હતાં.વાયરલ વીડિયો ધ્યાન પર આવ્યા બાદ વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે. જવાબ લેવાશે અને પૂછપરછ કરાશે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય.

આ પણ વાંચો - રાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

હાલમાં સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે. જોકે આવા વીડિયોને લઈને ગુજરાત પોલીસમાં કેટલા કર્મચારી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, છતાં ફરી એક વખત આજ પ્રકારનો વિડીયો વાઇરલ થતા, આ મહિલા હોમગાર્ડ વિવાદમાં આવી છે. ત્યારે તેની વિરુદ્ધ કાર્યવાહી સાથે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:June 10, 2021, 18:36 pm