સુરત : નિરાધારને સહાય મળે છે કહી લાખ્ખો રૂપિયા પડાવનાર ચીટર મહિલા ઝડપાઈ

સુરત : નિરાધારને સહાય મળે છે કહી લાખ્ખો રૂપિયા પડાવનાર ચીટર મહિલા ઝડપાઈ
ચીટર મહિલા ઝડપાઈ

ચાલુ રીક્ષામાં મહિલાએ મંગળસુત્ર અને બંગડી મને આપી દો, તમારો ફોટો પડી જાય પછી આપી દઇશ એમ કહી લઇ લીધા, ત્યારબાદ થઈ ગઈ રફૂચક્કર

  • Share this:
સુરત : શહેરમાં ઠગાઈ-છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક ઠગ મહિલાએ નિરાધારને સહાય મળે છે કહી વૃધ્ધ દંપતીના રૂા. 1.06 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ સંદર્ભે દંપતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૈસા પડાવનાર મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગરામપુરાના નિસંતાન વૃધ્ધ દંપતીને નિરાધાર અને ગરીબ કુટુંબને સરકાર તરફથી મળતી સહાય અપાવવાની લાલચ આપી દાગીના અને રોકડ મળી 1.06 લાખની મત્તા પડાવી લેનાર ઠગ મહિલાની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે.સગરામપુરા મોટી લાલવાડીમાં રહેતા નિસંતાન હસમુખ જમનાદાસ શર્મા (ઉ.વ. 75) અને તેમની પત્ની ભાનુમતીબેનને તમે નિરાધાર અને ગરીબ કુટુંબમાં આવો છો એટલે સરકાર તરફથી સહાય મળશે. ચાલો હું તમને સહાય અપાવું અને આજે છેલ્લો દિવસ છે કહી રીક્ષામાં ફોટા પડાવવા હસમુખભાઇને નવી સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ આજે રવિવાર હોવાથી કામકાજ બંધ છે એમ કહી હસમુખભાઇને પગપાળા ઘરે મોકલી આપ્યા હતા.

આ પણ વાંચોઆ પણ વાંચો - સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

બીજી તરફ હસમુખભાઇ ઘરે પહોંચે તે પહેલા ઠગ મહિલા પુનઃ તેમના ઘરે પહોંચી ગઇ હતી અને ભાનુમતીબેનને દાદા બહુ ગુસ્સો કરે છે, તમને પણ ફોટા પડાવવા બોલાવે છે એમ કહી રીક્ષામાં મજુરા ગેટ અને ત્યાંથી બીજી રીક્ષામાં સ્ટેશન લઇ ગઇ હતી. ચાલુ રીક્ષામાં મહિલાએ મંગળસુત્ર અને બંગડી મને આપી દો, તમારો ફોટો પડી જાય પછી આપી દઇશ એમ કહી લઇ લીધા હતા અને ત્યાર બાદ સ્ટેશન પર ઉતારીને મહિલા રફુચક્કર થઇ ગઇ હતી.

આ પણ વાંચો - રાજકોટ : ધોરણ 10ના વિદ્યાર્થીએ પકડી અનંતની વાટ, પિતાનો કલ્પાંત - 'બસ એટલું કહ્યું, કાલે તારે સ્કૂલે જવાનું છે'

આ ઘટનામાં બે મહિના બાદ અઠવાલાઇન્સ પોલીસે સાઇદાબીબી ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ (ઉ. વ. 35 રહે. દાગજીપુરા, ઠાકોરવાસ, તા. ઉમરેઠ, જિ. આણંદ) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. સાઇદાબીબીએ અન્ય વૃધ્ધ દંપતીને પણ નિશાન બનાવ્યાની આશંકા છે. જો કે હાલ પોલીસે સમગ્ર મામલે મહિલાની પૂછપરછ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:February 04, 2021, 19:01 pm

ટૉપ ન્યૂઝ