સુરત : સક્રિય રાજકીય આગેવાન વિરુદ્ધ સગીરાની છેડતી બાદ હવે દુષ્કર્મનો આક્ષેપ થતા ખળભળાટ

સુરત : સક્રિય રાજકીય આગેવાન વિરુદ્ધ સગીરાની છેડતી બાદ હવે દુષ્કર્મનો આક્ષેપ થતા ખળભળાટ
આરોપી વિરુદ્ધ છેડતી અને દુષ્કર્મનો આક્ષેપ

હવે આરોપી વિશાલની સામે આજે અન્ય એક કિશોરી દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવ્યો. કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ, ત્યારે તે 17 વર્ષની હતી, હવે તે 18 વર્ષની છે.

  • Share this:
સુરત : ઉધનામાં રહેતા રાજકીય આગેવાન વિરુદ્ધ ગતરોજ સગીરા સાથે છેડછાડ કરવાની ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાતા અન્ય એક યુવતીએ પણ સામે આવી આ ઈસમે તેને પણ પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરવા જતા પોલીસ ફરિયાદ પણ નથી લેવાઈ હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને કરી રજુઆત.

સુરતમાં સતત સગીર સાથે છેડછાડની તથા દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે ગતરોજ સુરતના ઉધના વિસ્તારમાં રહેતો અને રાજકીય પાર્ટીમાં આગેવાન એવા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ વિરુદ્ધ તેની એક સગીરાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી વિશાલે સોસાયટીમાં સગીરાને ટેરેસ ઉપર લઈ જઈને શારીરિક અડપલા કરવાની ઘટના ગઈકાલે સામે આવી હતી.



આ પણ વાંચો - સુરત: 'બન કે દિવાના મેરા પીછા ના કર', વર્દીમાં સોશિયલ મીડિયા પર Video બનાવવો ભારે પડ્યો, થયો વિવાદ

હવે આરોપી વિશાલની સામે આજે ફરીથી અન્ય એક કિશોરી પણ તેના પર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે. જોકે આ યુવકે કિશોરી સાથે મોબાઈલ ઉપર સંપર્ક કરીને ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઈલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો - જામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત

આ મામલે ઉના પોલીસ મથકે ફરિયાદ કરવા જતા પોલીસ તેમની ફરિયાદ નથી લેતી, જેને લઈને આ કિશોરી પરિવાર સાથે પોલીસ કમિશનર ઓફિસે પોંહચીને પોતાની ફરિયાદ સાથે ઉધના પોલીસ પર આક્ષેપ કર્યા હતા. યુવાન વિરુદ્ધ પહેલા છેડતી અને હવે દુષ્કર્મની ફરિયાદ સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. જોકે જે સમયે કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ, ત્યારે તે 17 વર્ષની હતી, હવે તે 18 વર્ષની છે, તેવી પરિવારે પોલીસને જાણકારી આપી હતી.
Published by:kiran mehta
First published:June 10, 2021, 21:14 pm

ટૉપ ન્યૂઝ