સુરત : Lockdown બાદ બેકાર બનેલા રત્નકલાકારને મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવાનું ભારે પડ્યું

સુરત : Lockdown બાદ બેકાર બનેલા રત્નકલાકારને મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવાનું ભારે પડ્યું
સરથાણા પોલીસ સ્ટેશન

પોલીસે નિકુંજની ફરિયાદ લઈ સંજય, મુકેશ રબારી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

  • Share this:
સુરત : સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવાનું ભારે પડ્યું છે. લોકડાઉનમાં બેકાર બનેલા રત્નકલાકારને મિત્રઍ મદદ તો કરી પરંતુ મહિના પછી ફોન કરી ઉછીના આપેલા ૨૫ હજારના બદલામાં ૧૦ ટકા વ્યાજ-પેનલ્ટી સાથે રૂપિયા ૬૦ હજારની ઉઘરાણી કરી હતી, અને તેની સામે ગાડીની આરસીબુક, આધારકાર્ડ અને બે કોરા ચેક પડાવી લીધા હતા. આટલુ ઓછુ હોય તેમ મિત્રઍ રત્નકલાકારને તેના મિત્ર પાસેથી ઓછા વ્યાજે પૈસા અપાવાનું કહી પોતાના મિત્રના આઈફોનના રૂપિયા ૬૭ હજાર ભરાવી કુલ રૂપિયા ૧.૬૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ઓફિસમાં બોલાવી ઢોરમારમાર્યો હતો.

સરથાણા પોલીસ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા શ્યામધામ ચોક ¬ભુદર્શન રો હાઉસમાં રહેતા નિકુંજ રમેશભાઇ લીંબાણી (ઉ.વ.૨૪) કતારગામ ખાતે બોદરા બ્રધર્સમાં હીરા ધસવાની મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિકુંજ લોકડાઉન બાદ ગત ઓક્ટોબર ૨૦૨૦ માં બેકાર હતો ત્યારે તેને પૈસાની જરૂર પડતા વતનમાં સાથે ભણતા મિત્ર સંજય સુખાભાઇ સાંબડ પાસેથી રૂ.૨૫ હજાર ઉછીના લીધા હતા.



આ પણ વાંચો - સુરતમાં ડોક્ટરની બેદરકારી? 'દીકરીએ જન્મતા સાથે માતાની છત્રછાયા ગુમાવી, અંતિમ સમયે પાણી માટે તડપી'

જાકે ઍક મહિના બાદ સંજયે તેને ફોન કરી રૂ.૨૫ હજારના બદલામાં ૧૦ ટકા વ્યાજ-પેનલ્ટી મળી રૂ.૬૦ હજારની ઉઘરાણી કરી હતી. નિકુંજ પૈસા આપી નહીં શકતા સંજયે તેની પાસે બાઇકની ઓરીજીનલ આર.સી.બુક અને આધારકાર્ડ લઇ લીધા હતા. બાદમાં તે પરત આપવાનું કહી કોરા ચેક લીધા હતા પણ આર.સી.બુક, આધારકાર્ડ પરત કર્યા નહોતા. બાદમાં સંજયે ફરી પૈસાની માંગણી કરી નિકુંજને ઓછા વ્યાજે પૈસા અપાવવાનું કહી પોતાના મિત્ર મુકેશ રબારી સાથે ભેટો કરાવ્યો હતો.

આ પણ વાંચોસુરત: શહેરમાં બાઈક સ્ટન્ટનો વધુ એક Video વાયરલ, પોલીસની ઊંઘ હરામ થઈ

સંજયે નિકુંજને કહ્નાં હતું કે તું તેને આઇફોન ૧૨ મેક્સ આપ, તને ૪ ટકાના વ્યાજે પૈસા આપશે કહેતા નિકુંજે મુકેશે ખરીદેલા આઇફોનના બાકી રૂ.૬૭ હજાર ચૂકવ્યા હતા. જાકે, ત્યાર બાદ સંજયે કુલ રૂ. 1.60 લાખની ગણતરી કરી ઉઘરાણી કરી વાતચીત કરવા માટે સ્વસ્તિક પ્લાઝા ખાતે બોલાવ્યો હતો ત્યાં સંજય સાથે મુકેશ રબારી અને ઍક અજાણ્યો પણ સાથે હતો. નિકુંજે આટલી રકમ કેમ ? પૂછ્યું તો સંજય અને તેની સાથે આવેલા અજાણ્યાઍ લાફો મારી ઢોર મારમાર્યો હતો. પોલીસે નિકુંજની ફરિયાદ લઈ સંજય, મુકેશ રબારી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:March 23, 2021, 18:58 pm

ટૉપ ન્યૂઝ