સુરત : માત્ર સિગરેટોની ચોરી કરતા અનોખા ચોર ઝડપાયા, ગજબ મોડસ ઓપરેન્ડી વાપરતા આ વોન્ટેડ

સુરત : માત્ર સિગરેટોની ચોરી કરતા અનોખા ચોર ઝડપાયા, ગજબ મોડસ ઓપરેન્ડી વાપરતા આ વોન્ટેડ
તંબાકુ આઈટમ ચોરતા ચોર ઝડપાયા

સુરતમાં ટોબેકો સ્ટોર પર સિગરેટ લઈને દુકાને અને ગલ્લે ગલ્લે ડીલેવરી માટે નીકળતા વેપારીના સિગરેટના થેલા ચોરવાની સતત ફરિયાદ સામે આવી રહી હતી.

  • Share this:
સુરત : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિગારેટ લઈને દુકાને દુકાને વેચવા જતા વેપારીને લૂંટી લેવાની ઘટનાઓ ખુબ વધી રહી હતી. આ મામલે વોન્ટેડ એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સિગરેટ લઈને નીકળતા વેપારીના થેલા અથવા ગાડીમાંથી ચોરી કરતા હતા. લાખો રૂપિયાની સિગરેટના મુદામાલ સાથે પોલીસે બે આરોપીની ધરપક્ડ કરી છે, જયારે આ ગેગેના એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતમાં ટોબેકો સ્ટોર પર સિગરેટ લઈને દુકાને અને ગલ્લે ગલ્લે ડીલેવરી માટે નીકળતા વેપારીના સિગરેટના થેલા ચોરવાની સતત ફરિયાદ સામે આવી રહી હતી. બાઈક પર થેલો ભરાવી ગાડીમાં કે ટેમ્પોમાં નીકળતા વેપારી સાથે આવી ઘટના બનતી હતી, પોલીસ સતર્ક હતી, ત્યારે પોલીસને બાતમી મળી કે, કેટલાક ઈસમો ચોરી કરી આ સિગારેટને સસ્તામાં બજારમાં વેંચી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સીંગણપોર કોઝ - વે રોડ પરથી એક નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની સુઝુકી એક્સેસ મોપેડ સાથે મયુર વલ્લભભાઇ શામજીભાઇ રાઠોડને ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચોસુરતમાં લુખ્ખાઓની દાદાગીરીનો Video: 'મકાન ખાલી કર, વરના...', મારા મારી સાથે કર્યો જીવલેણ હુમલો

તેની કડક પૂછપરછ કરતા તેની સાથે કામ કરતા દર્શન રમેશભાઇ બાલુભાઇ ઉનાગરને પણ ઝડપી લાવી હતી. પોલીસે આ ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો ચોરી કરવાની ટેકનિક સાંભળીને પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી. આ ઈસમો ગજબ મોડસ ઓપરેન્ડીથી માત્ર સિગરેટ વેપારીઓને નિશાન બનાવતા હતા. આરોપી પોતાની મોપેડ પર રેકી કરતા, ટેમ્પા, રીક્ષા તેમજ મોટર સાયકલ પર ડિલવરી કરતા વેપારીઓની નજર ચુકવી, કાર હોયતો કાચ ખોલી, ટેમ્પો હોય તો ટેમ્પાની તાડપત્રી અને દોરડા કાપી ચોરીને અંજામ આપતા.

આ પણ વાંચોસુરત: હદ થઈ ગઈ! ધોરણ 7ની વિધાર્થીનીએ કર્યો આપઘાત, માતા-પિતા હોસ્પિટલમાં કલાકો રઝળ્યા

એક પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચાર લાખનો મુદામાલ કબજે કર્યો છે. આરોપી દ્વારા સુરતના અડાજણ, અમરોલી જેવા વિસ્તારમાં ચોરી કરી છે તે ઉપરાંત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મોટર સાયકલ જતા વેપારીને લૂંટ્યો હોવાનું કબુલ્યું હતું. આ સિવાય વેસુના વિજયલક્ષ્મી હેલ આગળ રોડ ઉપરથી ટેમ્પામાંથી મારબોરો સીગરેટની ચોરી કરેલ છે. ખટોદરા સોસીયો સર્કલ પાસેથી એક રિક્ષામાંથી 60 તમાકુના પેકેટ ભરેલ બોકસની ચોરી કરેલ છે. આમ અનેક ચોરીની કબુલાત કરી છે. આ ઉપરાંત તેમની સાથે તેમનો એક સાગરિક નીતિન સાથે હોવાનું કહેતા પોલીસે આ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો - સુરતમાં ડબલ Murder: સાઇકલ ચોર સમજી તૂટી પડ્યા, દીવાલે પછાડી-પછાડી માર્યો, હત્યાના ગુનામાં 3 જેલભેગા

ઉલ્લેખનીય છે કે, આરોપી ભૂતકાળમાં ૨૦૧૯માં ગાંધીનગર સેક્ટર -૨૧ તથા અમદાવાદના માધવપુરા વિસ્તારમાંથી લાખોના મત્તાની સીગરેટની ચોરી તેમજ સુરત શહેર વરાછા, કતારગામ તેમજ રાંદેર પો.સ્ટે.માં સીંગરેટ - તમાકુની ચોરીમાં પકડાયેલા છે. એક આરોપીના ભૂતકાળની વાત કરવામાં આવે તો મયુર વિરુદ્ધ અમદવાદ શહેર માધવપુરા ગાંધીનગર સેક્ટર- ૨ ૧, સુરત લાજપોર જેલ ખાતે સને - ર 0 ર 0 માં 'પાસા "ભોગવેલ છે, જયારે આરોપી દર્શન વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં બે, વરાછા પોલીસ મથકમાં બે, અમદવાદ શહેર માધવપુરા, ગાંધીનગર સેક્ટર- ૨ ૧, રાંદેર અને ભુજમાં પાસા હેઠળ સજા કાપીને આવેલ છે. પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:March 12, 2021, 23:18 pm

ટૉપ ન્યૂઝ