સુરત : શહેરમાં વધી રહેલ ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કમાન એન કન્ટ્રો પ્રોજેક્ટ હેઠળ સુરતમાં ગુનેગારો તસ્કરો લુટારુને ઝડપી પાડવા શહેના ઠેર ઠેર કેમેરા મુકવામાં આવ્યા છે. જોકે આ કેમેરા જ તસ્કરોએ ચોરી કરીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે, ત્યારે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
સુરત શહેર આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે. અહીંયા દરેક રાજયમાંથી લોકો વેપાર અને રોજી રોટી માટે આવતા હોય છે. જોકે અહીંયા ગુનાખોરીનો ગ્રાફ પણ સતત વધી રહ્યો છે, ત્યારે ગુનાખોરી ડામવા માટે શહેરમાં બની રહેલા ગુના અટકાવ માટે સુરત પોલીસ દ્વારા કમાન અનેડ કન્ટ્રો પ્રોજેક્ટ હેઠળ સુરતમાં સીસી ટીવી નેતટવર્ક પાથરવામાં આવ્યુ છે. શહેરના કોઈ પણ ખૂણે ગુનો બને તો પોલીસ આ કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવામાં સરળતા રહે.
મહત્વની વાત એ છે કે, ચોરી, લૂંટ જેવા ગુનામાં આ કેમેરા પોલીસને ગુનેગાર સુધી પોહોંચાડવામાં સતત મદદ કરી રહ્યા છે, ત્યારે આ કેમેરા ગુનેગારો માટે માથાનો દુખાવો બન્યા હતા. સુરતના છેવાડે આવેલા નવા ગામ ખાતે શાકમાર્કેટ ખાતે આવેલ એક પોળ પર ગોઠવવામાં આવેલા કેમેરા કોઈ તસ્કર ચોરી કરી ને લઈને જવાની વાત સામે આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
આ કેમરા પોલીસ સિવાય મનપા તંત્ર પણ મોનેટ્રિકના ઉપયોગમાં લેતી હતી, ત્યારે આ કેમેરા ચોરી કરી જાણે કે તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. હવે કેમેરા ચોરી કરનાર તસ્કરો સુધી પોલીસ ક્યારે અને કેવી રીતે પહોંચે છે તે જોવાનું રહ્યું.