સુરત: 'લગ્નની બીજી એનિવર્સરી વીશ કરવા ફોન કર્યો, મળ્યા મોતના સમાચાર', પત્ની અને મિત્રો શોકમાં ગરકાવ

સુરત: 'લગ્નની બીજી એનિવર્સરી વીશ કરવા ફોન કર્યો, મળ્યા મોતના સમાચાર', પત્ની અને મિત્રો શોકમાં ગરકાવ
પ્રતિકાત્મક તસવીર

હર્ષા લગન એનિવર્સી હોવાથી પોતાનું કામ પતાવી નોકરીથી છૂટીને ભરતને મળવા માટે તેના એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ પર ગઈ...

  • Share this:
સુરત : શહેરના ઉમરા વિસ્તાર (Umra)માં રહેતો અને ખાનગી એમ્બ્યુલેન્સ (ambulance)માં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને લગનની બીજી એનિવર્સી (Marriage anniversary)ના દિવસે ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે શુભેચ્છા આપવા માટે મિત્રો દ્વારા કરવામાં આવેલા ફોનમાં મિત્રના મોતના સમાચાર મળતા પત્ની (Wife) સાથે મિત્રો (Friend) શોકમાં ગરખાઉં થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી.

સુરત (Surat)માં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે લગ્નની બીજી એનિવર્સીના દિવસે જ એક યુવાને આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં રહેતા ભરત પ્રેમજીભાઈ મકવાણા પીપલોદની એક ખાનગી હોસ્પિટલમા એમ્બ્યુલેન્સના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ યુવાને હજુ બે વર્ષ પહેલા જ હર્ષા નામની યુવતી સાથે લગન કર્યા હતા.આ પણ વાંચોસુરત : 'મારી પત્નીને વિધવા ના રાખતા, બીજા લગ્ન કરાવી દેજો', મોબાઈલમાં સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

જોકે આ બંનેનું લગન જીવન ખુબજ ખુશીથી ચાલતું હતું. અને પરણિતા હર્ષા પણ ઘરની નજીક એક દુકાનમાં કામ કરી પતિને આર્થિક મદદ કરતી હતી. ગતરોજ તેના લગનને બે વર્ષ થતા હોવાને લઈને તેની લગન એનિવર્સી હોવાથી પોતાનું કામ પતાવી નોકરીથી છૂટીને ભરતને મળવા માટે તેના એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ પર ગઈ હતી, ત્યારે તે ત્યાં દેખાયો ન હતો, જેથી હર્ષાએ ત્યાં સિક્યુરિટીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, 6 વાગ્યે ભરત નીકળી ગયો હતો.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

બીજી બાજુ લગ્નની વર્ષગાંઠ હોવાથી મિત્રો તેમજ સાથે કામ કરતા સ્ટાફના કેટલાક લોકો તેને વિશ કરવા માટે ફોન કરતા હતા, પણ તે કોઈનો ફોન ઉપાડતો ન હતો, જેથી શંકા જતા ઘરે જઈને જોતા તે ઘરમાં ફાસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જોકે લગન ની શુભેચ્છા આપવા માટે જે મિત્રો ફોન કરતા હતા તેમને ભરતના મોતના સંચાર મળ્યા હતા.

અચાનક ભરતના આ પગલાંથી પત્ની હર્ષા સાથે તમામ મિત્રો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ઉંમર પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી, અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:February 25, 2021, 22:00 pm

ટૉપ ન્યૂઝ