સુરત : ભીખુ ટોબેકો સ્ટોરમાં લૂટારૂઓ ત્રાટક્યા, 'મોંઢુ દબાવી ચપ્પાના ઘા ઝીંક્યા', દુકાનદાર લોહીલુહાણ

સુરત : ભીખુ ટોબેકો સ્ટોરમાં લૂટારૂઓ ત્રાટક્યા, 'મોંઢુ દબાવી ચપ્પાના ઘા ઝીંક્યા', દુકાનદાર લોહીલુહાણ
પ્રતિકાત્મક તસવીર

દુકાનદારે પ્રતિકાર કરી બુમાબુમ કરતા લૂંટારૂઓ ભાગી ગયા હતા. દુકાનદારને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

  • Share this:
સુરત : શહેરમાં લૂટારૂ ટોળકીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ધોળે દિવસે એક દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં દુકાનદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલ ભીખુ ટોબેકો ઍન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે સોમવારે બપરોના ત્રણેક વાગ્યાના આરસામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂટારૂઓઍ દુકાનદારનું મોઢુ દબાવી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકીં કાઉન્ટરમાંથી વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસરા, દુકાનદારે પ્રતિકાર કરી બુમાબુમ કરતા લૂંટારૂઓ ભાગી ગયા હતા. દુકાનદારને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભર બપોરે વેપારીઓ ઉપર હુમલો કરી લૂંટના પ્રયાસના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.આ પણ વાંચો - સુરત: 'ધોરણ 10ની વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી', આ રીતે ફૂટ્યો ભાંડો, નરાધમ પોલીસ સકંજામાં

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે ભીખુ ટોબેકો ઍન્ડ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે દુકાન માલીક જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા (ઉ.વ.૪૩.રહે, વાટીકા ટાઉનશીપ ડુંભાલ ફાયર સ્ટેશનની સામે લિંબાયત) દુકાનમાં ઍકલા હતા તે વખતે બે અજાણ્યાઓ ગ્રાહકમાં સ્વાંગમાં આવ્યા હતા. અજાણ્યાઓઍ જગદીશચંદ્ર પાસે સો પેકેટ ગોલ્ડ ફ્લેક, વીસ પેકેટ ફોર સ્કવેયર સીગારેટ તથા ઍક વિમલનો કટ્ટો જાઈઍ છે હોવાનુ કહી સીધા દુકાનની અંદર ઘુસી જઈ ધક્કો મારી નીચે પાડી દીધા હતા, અને ઍક જણાઍ જગદીશચંદ્રનું મોઢુ દબાવી બીજાઍ હાથ, પગ, મોઢા, ગાલ, પેટ સહિતના ભાગોમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો.

આ પણ વાંચો - સુરત: '7 વર્ષની દીકરીને નિર્વસ્ત્ર કરી ડામ આપ્યા, નખ ખેંચી નાખ્યા, ... નાખ્યું મરચું'

અજાણ્યાઓઍ હુમલો કર્યા બાદ દુકાનના કાઉન્ટર ખોલી તેમાંથી વકરાના પૈસા કાઢવાની કોષીશ કરતા હતા તે વખતે જગદીશચંદ્રઍ પ્રતિકાર કરી તેને પકડી નાખનાર અજાણ્યાને ધક્કો મારી દુકાનમાંથી બહાર દોડી જઈ બુમાબુમ કરતા લૂટારૂઓ ભાગી ગયા હતા.

ભરબપોરે વેપારી ઉપર લૂંટના ઈરાદે ચપ્પુથી હુમલો કરવાના બનેલા બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ થતા લિંબાયત પોલીસનો કાફળો સ્થળ પર દોડી ગયો હતો. જગદીશચંદ્રને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:February 02, 2021, 19:35 pm

ટૉપ ન્યૂઝ