Home /News /south-gujarat /

સુરત : 19 વર્ષીય યુવતીને ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં થયો કડવો અનુભવ, યુવક મિત્રએ લાતોથી મારમાર્યો

સુરત : 19 વર્ષીય યુવતીને ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં થયો કડવો અનુભવ, યુવક મિત્રએ લાતોથી મારમાર્યો

અમરોલી પોલીસ સ્ટેશન

કારખાનામાં સુપર વાઈઝરની ૧૯ વર્ષીય દીકરી ગત તા ૧લીના રોજ ઘરે હતી તે વખતે અક્ષય આહિરે તેનો બર્થ ડે છે તેમ કહી બોલાવી હતી

સુરત : અમરોલી વિસ્તારમાં રહેતા કારખાનાના સુપરવાઈઝરની દીકરીને તેના ફ્રેન્ડે બર્થ ડે પાર્ટીમાં બોલાવી ઘેનયુક્ત ઠંડુ પીણું પીવડાવી બેભાન કર્યા બાદ મોઢાના ભાગે લાતો મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. બનાવ સંદર્ભે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બનાવની અમરોલી પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતા અને ઍ.કે.રોડ જીઆઈ઼ડીસી કારખાનામાં સુપર વાઈઝરની ૧૯ વર્ષીય દીકરી ગત તા ૧લીના રોજ ઘરે હતી તે વખતે અક્ષય આહિરે (રહે, કાપોદ્રા) ફોન કરી તેનો બર્થ ડે છે, બીજા મિત્રો પણ આવવાના છે અને અમરોલી મનીષા ગરનાળા પાસે કેફેમાં કેક કાપવાની વાત કરી હતી.

આ પણ વાંચોસુરત : મનપા અધિકારીએ વર્ગ-4ના કર્મી પાસેથી લાંચ લેવી ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપ્યો

યુવતીઍ બર્થ ડેમાં આવવાની હા પાડી, તેની માતાને કહીને છાપરાભાઠા રોડ તુલશી હોટલની બાજુમાં લક્ષ્મી પ્લાઝા શોપમાં ગઈ હતી. ત્યાં અક્ષય સાથે તેના ચારેક મિત્રો હતા, કેક કાપી ઍકબીજાને ખવડાવી ડાન્સ કયો હતો. ત્યારબાદ કેફેમાં બેઠા હતા, અક્ષયે બધા ગ્લાસમાં ઠંઠુ પીણું પીવડાવ્યું હતું. જાકે યુવતીઍ પીવાની ના પાડતા અક્ષયે તેના હાથથી ઠંડુ પીણુ પીવડાવ્યું હતુ, જે પીવાની સાથે યુવતીને ચક્કર આવવા લાગ્યા હતા અને તેની આંખમાં ઘેન આવવા લાગ્યું હતું. યુવતી અર્ધબેભાન થતા અક્ષય તેના મિત્રો સાથે ઘર મુકવા માટે ગયો હતો.

આ પણ વાંચોરૂવાંટા ઉભા થઈ જાય તેવી હત્યા : કુહાડીથી પત્નીનું ગળુ કાપ્યું, જુઓ Video - પછી લાશ ગામમાં ઘસેડતો રહ્યો

આ દરમિયાન યુવતીને ઘર પાસે જ અક્ષયે જ મોઢાના ભાગે લાતો મારી હતી. યુવતી સાધારણ ભાનમાં આવતા ફરીથી તેને કમરના ભાગે લાતો મારી હતી. જોકે આ બધા કૃત્ય દરમ્યાન બીજા માણસો આવી જતા તેઓ નાસી ગયા હતા. યુવતીને ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જો કે બનાવ અંગે યુવતીએ અમરોલી પોલીસ મથકમાં અક્ષય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અક્ષય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Birthday party, Surat crime news, Surat girl, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन