સુરત : શહેરમાં લોકો આપઘાત કરી રહ્યાની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે સુરતના ઉધના ગાંધી કુટીરમાં એક ધોરણ 7ની 13 વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને વહાલું કર દેતા ચકચાર મચી ગઈ છે. 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતા માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કરી લેનાર સૃતિને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ દીકરીના મૃતદેહને લઈ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા પરિવારને હોસ્પિટલે કફન સુદ્ધા ન આપ્યું અને એક કલાક સુધી રઝળાવ્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે પગારને લઈને સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે.
સુરતમાં હવે બાળકો પણ આપઘાત કરી રહ્યા છે, ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની આપઘાતની ઘટના અનેક વખતે સામે આવેલી છે. પરંતુ નાની ઉંમરના બાળકો આપઘાત તરફ વળી રહ્યા હોવાનું ભાગ્યે જ સાંભળવા મળે છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટિર ખાતે રહેતા અને મૂળ ઓરિસ્સા વતની જૈના પરીવાર સાથે રહે છે. જોકે સંચા કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે.
ગુરૂવારની મોડી સાંજે માતા-પિતા બહેન સૃતિને ઘરમાં છોડી બજારમાં કપડાં અને સામાનની ખરીદી કરવા ગયા હતા. તેઓ 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતા હતા. બજારથી આવ્યા બાદ પરિવારે જોયું તો પોતાની 13 વર્ષની દીકરી ઘરમાં હુક અને નાયલોનની દોરી પર લટકતી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ ઘટનાને લઈને પરિવાર તાત્કાલિક પોતાની બાળકીને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જોકે સિવિલમાં કામદારોની પગારની હડતાલ ચાલતી હોવાને લઈને પરિવારે અટવાઈ પડવાનો વારો આવયો હતો. બાળકીના મૃતદેહને લઈ એક કલાક રઝળ્યા બાદ, વગર કફને બાળકીનો મૃતદેહ પીએમ રૂમમાં મુકવામાં આવ્યો હતો. એક સગાસંબંધીના મરણને લઈને તેમની ધાર્મિક વિધિ માટે વતન જવાની તૈયારી કરતા પરિવારમાં દીકરીએ આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.