Home /News /south-gujarat /

સુરત : 'મારે દૂધનો તબેલો છે, ઘણા ગુંડાઓ સાથે છે દોસ્તી, થાય તે કરી લે પૈસા નહીં મળે', વકીલને મળી ધમકી

સુરત : 'મારે દૂધનો તબેલો છે, ઘણા ગુંડાઓ સાથે છે દોસ્તી, થાય તે કરી લે પૈસા નહીં મળે', વકીલને મળી ધમકી

સરથાણા પોલીસ સ્ટેશન

કાનૂની સલાહ તથા સરકારી કચેરીઓમાં કાનૂની કાર્યવાહી માટે વકીલ તરીકે અજય ઢોલરિયાની નિમણૂંક કરી હતી. જેની ફી 6 લાખ નક્કી થઇ હતી.

સુરત : એક વકીલને મોતની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. મારે ઘણા ગુંડાઓ સાથે દોસ્તી છે. એક વકીલને મોતની ધમકી અપાતા મામલો પોલીસ મથક પહોચ્યો હતો. સરથાણાના એક વકીલને જમીનની મેટરમાં નક્કી થયેલી ફી ચૂકવવામાં હાથ ઊંચા કરી દીધા હતા. અને મોતની ધમકી આપી હતી. જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં એક વકીલને ધમકી આપવામાં આવી છે. જમીનના મામલામાં કોર્ટમાં કેસ લડવા માટે વકીલની નિમણુક થયા બાદ તેની સાથે ફી પણ નક્કી થઇ હતી. પરંતુ ફી ચૂકવવાના બદલે તેઓને ધમકી મળતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સરથાણા-કામરેજ રોડ પર જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા અજય નાનુભાઇ ઢોલરિયા વ્યવસાયે વકીલ છે. મીનીબજારમાં સહયોગ ચેમ્બર્સ ખાતે તેમની ઓફિસ આવેલી છે.

આ પણ વાંચો - સુરત : હદ થઈ ગઈ, સસરાએ વહુની લાજ લેવાનો કર્યો પ્રયાસ, 'બુમાબુમ કરતા સસરા ભાગ્યા, બધુ સહન કર્યું આ નહીં'

ગત 2015-16માં જમીનની મેટરમાં મહેશ બેચરભાઇ પટેલ સાથે તેમનો પરિચય થયો હતો. મહેશભાઇના પરિચિતો પણ જમીનની કાયદાકીય ગૂંચવણ અંગે સલાહ લેવા તેમની પાસે આવતા હતા. માંગરોળ ખાતે આવેલી મહેશભાઇની માલિકીની જમીનના ક્ષેત્રફળમાં 19 ગૂંઠા જમીનનો ઘટાડો થઇ ગયો હતો. જે માટે કાનૂની સલાહ તથા સરકારી કચેરીઓમાં કાનૂની કાર્યવાહી માટે વકીલ તરીકે અજય ઢોલરિયાની નિમણૂંક કરી હતી. જેની ફી 6 લાખ નક્કી થઇ હતી.

આ પણ વાંચોસુરત : રિસાયેલી પત્ની ઘરે ન આવતા પતિ સાળા-સસરા પર તૂટી પડ્યો, ચપ્પાથી કર્યો જીવલેણ હુમલો

જમીનનો અધિકારી સમક્ષ મુકદમો ચલાવતા આખરી હૂકમ તેમની તરફેણમાં થયો હતો. જેથી અજયભાઇએ મહેશભાઇ પાસે વારંવાર ફીની માંગણી કરી હતી. જોકે, મહેશભાઇ વાયદા કરી સમય પસાર કરતા હતા. ગત તા.૯મી એપ્રિલે તેઓ મિત્રો સાથે શ્યામધામ મંદિર પાસે મહશભાઇને રૂબરૂ મળી ફીની માંગ કરી હતી.

જોકે, મહેશભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મારે દૂધનો તબેલો ચાલે છે, મારે ઘણાં ગુંડા સાથે દોસ્તી છે, થાય તે કરી લો, નહીંતર જાનથી હાથ ધોવા પડશે એવી ધમકી આપી હતી. વકીલ ઢોલરિયાએ ફરિયાદ આપતા સરથાણા પોલીસે મહેશ બેચર પટેલ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Lawyer, Sarthana Police, Surat news, Surat police, Threatened

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन