Home /News /south-gujarat /સુરત : રેસ્ટોરન્ટ માલિક પર કારીગરનો જીવલેણ હુમલો, કારીગરે ધારદાર ચોપરથી માલિકને લોહીલુહાણ કરી દીધા

સુરત : રેસ્ટોરન્ટ માલિક પર કારીગરનો જીવલેણ હુમલો, કારીગરે ધારદાર ચોપરથી માલિકને લોહીલુહાણ કરી દીધા

કારીગરે માલિક પર હુમલો કર્યો

બપોરે પોણા ત્રણેક વાગ્યે રેસ્ટોરન્ટમાં ચીઝ ખુટી જતા ચીઝ અંગેની જવાબદારી કમલ ચૌધરી નામના કારીગરની હોવાથી યોગેશભાઈએ તેને ચીઝ નહી લાવતા ઠપકો આપ્યો

સુરત : અલથાણ ભીમરાડ કેનાલ રોડ રઘુવીર સીમ્ફોનીમા ચાટ ચટોરે નામના રેસ્ટોરન્ટના માલીકે ગુરુવારે બપોરે ચીઝ નહી લાવવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા કારીગરે શાકભાજી અને બ્રેડ કાપરાના ચોપરથી જીવલેણ હુમલો કરી ઉપરા છાપરી ઘા માયા હતા. રેસ્ટોરન્ટના માલીકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માલીકને બચાવવા માટે વચ્ચે પડેલા અન્ય એક કારીગરને પણ હાથમાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે રેસ્ટોરન્ટના માલીકની પત્નીની ફરિયાદ લઈ હુમલો કરનાર કારીગર સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સિટીલાઈટ રોયલ કેટલ ખાતે રહેતા સોનમબેન યોગેશભાઈ ભોજવાણી (ઉ.વ.૩૨) મિલેનિયમ સ્કુલ દાંર્ડી રોડ ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જયારે તેનો પતિ અલથાણ ભીમરાડ કેનાલ રોડ ખાતે રઘુવીર સીમ્ફોનીમાં ચાટ ચટોરે નામની ફાસ્ટ ફ્રૂડની રેસ્ટોરન્ટ ચલાવે છે. રેસ્ટોરન્ટમાં સુરેન્દ્ર શાહુ, મોનુ જસુદ, સુલેન્દર તથા કમલ ચૌધરી નામના કારીગરો કામ કરે છે.

આ પણ વાંચો - પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

આ દરમિયાન ગઈકાલે ગુરુવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે રેસ્ટોરન્ટમાં ચીઝ ખુટી જતા ચીઝ અંગેની જવાબદારી કમલ ચૌધરી નામના કારીગરની હોવાથી યોગેશભાઈએ તેને ચીઝ નહી લાવતા ઠપકો આપ્યો હતો. અને મુદ્દે બંર્ને વચ્ચે ઝઘડો થતા કમલ ચૌધરી ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલ શાકભાજી તથા બ્રેડ કાપવાના ધારદાર ચોપર વડે હુમલો કરી ઉપરા છાપરી ઘા માયા હતા.

આ પણ વાંચો - સુરત : શહેરીજનો તાપી નદી કિનારે જતા પહેલા ચેતજો, નદીમાં ફરી રહ્યા મગર, Video - વરાછામાં શ્વાનનો કર્યો શિકાર!

યોગેશભાઈ ઉપર હુમલો થતા સુરેન્દર શાહ સહિતના અન્ય કારીગરો વચ્ચે પડી કમલ ચૌધરીને પકડી તેના હાથમાં ચોપર છોડાવી નીચે પાડી દીધો હતો. છોડાવવા જતા મોનુને હાથમાં ઇજા થઈ હતી. યોગેશભાઈને માથામાં. જમણા પગના સાંર્થળથી ગોઠણ સુધી તથા બંર્ને હાથના ભાગે ગંર્ભીર ઇજા પહોંચતા તાબડતોડ સારવાર માટે નજીકમાં ધીરજ સન્સની ઉપર આવેલ ફ્સ્ટ ક્યોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોનું જસુદ નામના કારીગરે ફોન કરી સોનમબેનને જાણ કરતા કેઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. અને ત્યાંર્થી વધુ સારવાર માટે મૈત્રેય હોસ્પિટલમાં ખસેડ્યો છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Surat news, Surat police