સુરત : 'મારી પત્નીને વિધવા ના રાખતા, બીજા લગ્ન કરાવી દેજો', મોબાઈલમાં સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

સુરત : 'મારી પત્નીને વિધવા ના રાખતા, બીજા લગ્ન કરાવી દેજો', મોબાઈલમાં સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

પત્ની જ્યારે બજારથી આવતા પોતાના પત્નીને આપઘાત કરેલી હાલમાં જોતા બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા

  • Share this:
સુરત : શહેરમાં જવેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા રાજસ્થાની યુવાને પત્નીને બજારમાં મોકલી મોબાઈલમાં સુસાઇટ નોટમાં પત્નીના બીજા લગન કરાવી નાખજો એવું લખીને કર્યો આપઘાત. પરિવારમાં જવાનજોધ યુવાને આપઘાત કરતા ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, પોલીસે તપાસ શરુ કરી.

સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે, ત્યારે કેટલાક લોકો કોરોના મહામારીમાં આર્થિક નુકસાન તો કેટલાક લોકો શારીરિક બીમારીને લઈ સુસાઈડ કરી રહ્યા છે, ત્યારે મૂળ રાજસ્થાનના નાગોરનો વતની અને હાલમાં સુરત ખાતે અલથાણ સ્થિત સ્વસ્તિક પાર્કમાં રહેતો હતો. ઘોડદોડ રોડ સ્થિત જ્વેલરી શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કપિલે લગન રેખા સાથે થયા હતા.આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

જોકે લગન જીવન દરમિયાન પતિ પત્ની બંને જણા કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. જોકે ગતરોજ કપિલે પત્ની રેખાને બજાર ખાતે મોકલી આપી, કોઈ કારણસર પોતાની રૂમમાં છતે દોરી બાંધીને ગળો ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે યુવાને મોત પહેલા પોતાના મોબાઈલમાં પોતાની પત્ની રેખાના બીજા લગન કરાવી નાખજો, એવી તેની છેલ્લી ઈચ્છા છે. તેવી સુસાઈડ નોટ લખી હતી.

આ પણ વાંચો - સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા

પત્ની જ્યારે બજારથી આવતા પોતાના પત્નીને આપઘાત કરેલી હાલમાં જોતા બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા, અને ઘટના મામલે પોલીસને જાણકારી આપી હતી. જોકે પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી, આ મામલે ગુનો નોંધી તપાસ કરતા મારનાર યુવાને પોતાના મોબાઈલમાં લ;ખેલી સુસાઇટનોટ મળી આવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે જોકે પરિવારના યુવાન દીકરાં આપઘાતની ઘટનાને લઈને પરિવાર માં શોકનું મોજું ફાડી વાંઢીયુ છે જોએક કોરોના લઇને છેલ્લા લાંબા સાયથી રૂપિયા મામલે માનસિક ટેન્સન રહેતા નાણાંકીય લેણદેણમાં માનસિક તણાવમાં આ પગલું ભારિયાનું પરિવારનું અને પોલીસનું અનુમાન છે.
Published by:kiran mehta
First published:February 25, 2021, 19:24 pm

ટૉપ ન્યૂઝ