સુરત : શહેરમાં છેલ્લા કેલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે, ત્યારે આવા લોકોને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર (police commissioner) દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે આજે પણ આજ રીતે પોલીસે બે જગ્યા પર દરોડા પાડીને એક જગ્યા પરથી એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે પિતા પુત્રની તો બીજી જગ્યા પર ગાંજાના મોટા જથ્થા સાથે એક ઇમની ધરપકડ કરી છે, પોલીસને 45 લાખનો મુદામાલ ઝડપી પાવામાં સફળતા મળી છે.
સુરતમાં જાણે નશીલા પદાર્થનું વેચાણ સતત વધી રહ્યું છે અને આજની યુવા પેઢી નશીલા પદાર્થનું સેવન કરી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, ત્યારે આવા નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ એક મુહિમ ચલાવવામાં આવી હતી. જોકે તે માટે એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપી પાવામાં આવ્યુ હતું, ત્યારે આજે વધુ બે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે.
સુરતના પિતા પુત્રની જોડી મોટ્ટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ વેચાણ કરે છે, આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને દાર-ઍ-ગની બિલ્ડિંગમાં વિભાગ-૨માં રહેતા અબ્દુલદાદર અબ્દુલગની ડોબીવાલા અને તેનો પુત્ર ઉસ્માનગની ઉૅર્ફે સલમાન ઍમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા માટે લાવ્યો છે. જે બાતમીને વર્કઆઉટ કરી સાંજે રેડ પાડી હતી જેમાં ઘરમાં તપાસ દરમિયાન કાળા અને આર્મી ડ્રેસના કલરવાળા બેગમાંથી રૂપિયા ૧૩,૩૦,૦૦૦ની કિંમતનો ૧૩૩ ગ્રામ ઍમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો -
સુરત: પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ
ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો, છુટક વેચાણ કરવા માટે ડીજીટલ વજન કાંટો, લેપટોપ અને રોકડા ૬,૯૪૦ મળી કુલ રૂપિયા ૧૩,૬૮,૨૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડોબીવાલા પિતા-પુત્રની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તથા કોને આપવાના હતા જે અંગે પુછપરછમાં કરતા જથ્થો મુંબઈના સાકીનાકા પેનનસુલા હોટલની ગલીમાં રહેતા મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદ પાસેથી પોતાના માટે અને છુટક વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબુલાત કરતા મહેંદીને વોન્ટેડ બતાવ્યો હતો. પકડાયેલ આરોપીમાં ઉસ્માનગની ઉર્ફ સલમાન સને ૨૦૧૨માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનામાં તથા સને -૨૦૧૮ માં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે. પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો -
સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video
જયારે બીજા બનાવમાં સુરતમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લેવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને સુરતના વરાછા એ.કે.રોડ પર આવેલ બાલુ મહારાજનો ટેકરો, શ્રીજી કોમપ્લેક્ષની પાછળ ચંન્દ્રસિંહ પ્રતાપસિંહ સિસોદીયા માલિકીનો ટેમ્પો TATA YUDHA કંપનીના ફોર વ્હીલ ટેમ્પો નંબર GJ - 05 - CU 178 માં નારીયેળના થેલાની આડમાં વગર પાસ પરમીટનો ગેરકાયદેસર ગાંજાનો વિપુલ પ્રમાણમાં જથ્થો ૨૨૦ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૨,૦૪,૦૦૦ / - ની મત્તાનો હેરાફેરી કરતા કતારગામ ગજેરા સર્કલની આગળ દિવ્ય જયોત સોસાયટીના ગેટ પાસે જાહેર રૉડ ઉપર પકડી પાડ્યો હતો.
કબજામાંથી મળી આવેલ ગાંજા બાબતે પુછપરછ કરતા મળી આવેલ કે ગાંજાનો જથ્થો વિકી નામના ઇસમે ભરાવી આપ્યો હતો, પોલીસે ગાંજો મળીને રૂપિયા ૩૨,૨૧,૪૫૦ / લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની ધરપકડ કરી, એકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે કુલ મળીને પોલીસે 45 લાખનો મુદામાલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા સાથે આ ગુનાના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.