સુરત : મજાક-મજાકમાં મિત્રો વચ્ચે હંસવામાંથી ખસવું, ઝગડો હિંસક બનતા મિત્રએ ચપ્પુ હુલાવી દીધુ

સુરત : મજાક-મજાકમાં મિત્રો વચ્ચે હંસવામાંથી ખસવું, ઝગડો હિંસક બનતા મિત્રએ ચપ્પુ હુલાવી દીધુ
પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો

ગોકુળે ચપ્પુ કાઢી કરણને ડાબી બાજુ પેટના ભાગે મારતા તે ફસડાઈ પડયો હતો.

 • Share this:
  સુરત : ગોડાદરામાં વિસ્તારમાં મિત્રો વચ્ચે મજાક મજાકમાં થયેલી મસ્કરીને લઈને હસવામાંથી ખસવું થઈ જતા એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરવા જતા અન્ય એક મિત્ર વચ્ચે છોડાવા વચ્ચે પડતા, ચપ્પુ વાગી જતા ગંભીર ઇજા થવા પામી હતી. જોકે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  મિત્રો સાથે બેસતા હોય છે ત્યારે તેમની વચ્ચે હંસી મજાક ચાલતી હોય છે પણ આ હંસી મજાક કેટલી વાર ઉગ્ર સ્વરૂપ લઈ લે છે ત્યારે, આવી એક ઘટના સુરતમાં સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં પરવત ગામની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો રવિ રતન પઠ્ઠે તેના મિત્ર મિત્ર કરણ ગિરધારીભાઈ જોરે સાથે લિંબાયત વિસ્તારમાં ફરવા ગયો હતો. ફરીને તેઓ સાંજે પાંચ વાગ્યે રાધાકૃષ્ણ મંદિર પાસે કરણની બાજુમાં રહેતો મિત્ર આકાશ શેરારે તેની સોસાયટીમાં જ રહેતા ગોકુળ બાબુલાલ બસીર સાથે બેઠો હતો.  આ પણ વાંચો - સુરતમાં બે હત્યા : સલાબતપુરમાં અપ્પુ કોટનની ટોઈલેટમાં હત્યા, તો રેલવે યાર્ડમાં પથ્થર ઝીંકી યુવકની હત્યા

  આ સમયે ચારેય ત્યાં બેસી વાત કરતા હતા ત્યારે રવિએ આકાશ સાથે મજાક મશ્કરી કરી હતી. ગોકુલે રવિને આકાશ સાથે મજાક મશ્કરી કરવા ના પાડી હતી. ત્યારે રવિએ કહ્યું હતું કે, આકાશ મારો સાળો છે, હું તેની સાથે ગમે તે કરું, તારે શું?. આથી ગોકુળ ઉશ્કેરાઇ ગયો હતો અને રવિનો કોલર પકડતા તેમને છોડાવવા કરણ વચ્ચે પડયો હતો. ત્યારે ગોકુળે ચપ્પુ કાઢી કરણને ડાબી બાજુ પેટના ભાગે મારતા તે ફસડાઈ પડયો હતો.

  આ પણ વાંચોસુરતમાં Bank મેનેજરે ધાબામાં કર્યો આપઘાત, 'એકનો એક દીકરો ગુમાવ્યો', ગુજરાતી અને અંગ્રેજીમાં સુસાઈડ નોટ મળી

  જોકે આ બાબતે મધ્યસ્થિ કરવા માટે કરણ વચ્ચે આવ્યો હતો અને જોત જોતામાં ગોકુળે કરણને ચપ્પુ મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે બીજી બાજુ ઘટનાની જણકારી માતા પોલીસ પણ બનાવ વળી જગ્યા પર દોડી આવીને આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર વધુ તપાસ શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published:January 27, 2021, 20:08 pm

  ટૉપ ન્યૂઝ