સુરત : શહેરના છેવાડે આવેલા કામરેજના પાસોદરા ગામના ખેતરમાંથી ગઈકાલે સાંજે શ્રમજીવી શ્રમજીવી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાઍ મહિલાને ઘસડી ઘસડીને મારમાર્યો હતો. માથા અને હાથના ભાગે બોથર્ડ પ્રદાશ અને તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. હત્યા બાદ મહિલાનો પતિ પણ ફરાર હોવાથી પોલીસને તેના ઉપર આશંકા રાખી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાસોદરાના ખેતરમાંથી શ્રમજીવી મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. આ મહિલાને ઘસડી ઘસડીને મારમાર્યો, માથા અને હાથના ભાગે બોથડ પ્રદાર્થ કે તીક્ષ્ણ હથિયાર માયું હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે પતિ પોલીસની શંકાના દાયરામાં છે, જેથી પોલીસે પતિને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, કામરેજના પાસોદરા ગામ બ્લોક નં-૧૦ વાળા ખેતરમાંથી ગઈકાલે સાંજે આસરે ૩૦થી ૪૦ વર્ષની ઉંમરની અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાને પીઠના ભાગે ઉજરડાના માથા અને હાથના ભાગે બોથર્ડ પ્રદાથ કે તીક્ષ્ણ હથિયારના નિશાન હતા. બનાïવ અંગે ખેતર માલીક શામજી માવજીભાઈ ગોટી (રહે, સ્નેહ મિલન સોસાયટી ચીકુવાડી નાના વરાછા)ઍ પોલીસને જાણ કરતા પીઆઈ ઍમ.કે.ગુર્જર સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળ પર પહોચી ગયા હતા અને મહિલાની લાશને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસની તપાસમાં મહિલાની ઓળખ રેખાબેન ધર્મેશભાઈ તરીકે થઈ છે. રેખાબેનની હત્યા બાદ તેનો પતિ ફરાર છે જેથી પોલીસને આશંકા છે કે, રેખાબેનની હત્યા પતિએ કરી છે. પોલીસે ધર્મેશની શોધખોળ શરુ કરી છે. વધુમાં પોલીસ સુત્રોઍ જણાવ્યુ હતું કે, દંપતિ દસ દિવસ પહેલા જ પાસોદરા ગામે વિશ્વાસભાઈના ખેતરમાં મજુરી કામ માટે આવ્યા હતા. પરંતુ બંને જણા દારૂ પીવાની ટીવ ધરાવતા હોવાથી રોજના ઝઘડા કરતા હતા, જેથી વિશ્વાસભાઈઍ બંને જણાને પગાર આપી કામ પરથી છુટા કરી દીધા હતા.