સુરત : શહેરમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. લુખ્ખાતત્વોને પોલીસની બીક રહી જ ન હોય તેમ, રૂપિયાની લેતી દેતિમાં કાયદો હાથમાં લઇને રૂપિયાની ઉઘરાણી માટે એક સોસાયટીમાં જઇને મારા મારી સાથે હંગામો માચાવ્યો હતો. જોકે આ અસામાજિક તત્વોની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ આ વીડિયો વાઇરલ થયો છે.
સુરતમાં સતત અસમાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, જાણે આ લોકોને કાયદાનો ડર રહ્યો નથી, કેટલીએ વખત સામાન્ય બાબતે પોતાની દાદાગીરી સાથે મારામારી કરતા હોય છે, ત્યારે સુરતના અમરોલી પોલીસ હદ વિસ્તારમાં આવેલ મોટા વરાછા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવાર પાસે રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા અસામાજિક તત્વો સાથે પહેલા માથા ફૂટ બાદ ઉગ્ર બબાલ થઈ હતી.
આ પણ વાંચો -
સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા
જોત જોતામાં રૂપિયાની પઠાણી ઉગરાણી કરતા અને સોસાયટીમાં રહેતા લોકો સાથે છુટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં એક સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે મારામારી કરી રહેલા આ અસામાજિક તત્વો દ્વારા જે મકાનમાં રૂપિયાની ઉગરાણી કરવા માટે ગયા હતા, તે ઘરની મહિલા સાથે પણ ઘરમાં મારા મારી કરી ઈસમો ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચો -
ભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ
જોકે, આ સમગ્ર દાદાગીરી અને મારા મારીની ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થઈ જતા, આ મામલે સોસાયટીના લોકોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવા સાથે આ અસામાજિક તત્વોની દાદાગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં આવી ઘટના સામાન્ય બની ગઈ છે, તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતાને લઇને આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે.