સુરત: શહેરમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે લોકોને માસ્ક પહેરવાની તંત્ર સતત સૂચના આપી રહી છે, તેવામાં માસ્ક નહીં પહેરતા લોકોને દંડ કરવાના હોય છે પણ આ દંડનો ટાર્ગેટ આપવામાં આવે છે. ત્યારે સુરતના એક પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દંડ વસુલવા ચાલુ રીક્ષાએ કૂદીને માસ્કના નામે લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જોકે આ જવાનો દ્વારા લોકો સાથે ઝગડા સાથે મારા મારી પણ થતી હોય છે અને પોતાની દાદાગીરી પણ બતાવતા હોય છે, ત્યારે ફરી ખાખીની દાદાગીરીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
સુરતમાં કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે તંત્ર લોકોને માસ્ક પહેરવાની સૂચના આપે છે. પણ કેટલાક લોકો માસ્ક નહીં પહેરી પોતાની સાથે શહેરના લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આવા લોકોને પોલીસ દંડ કરતી હોય છે. જોકે તંત્ર દ્વારા પોલીસને દંડનો ટાર્ગેટ આપવામાં આવતા પોલીસકર્મીઓ બધુ ભુલી જઈ ટાર્ગેટ પુરો કરવામાં લાગી જાય છે. વધારે દંડ વસૂલીને પોલીસ વિભાગના અધિકારી પોતાના સ્ટાર વધારવા લાગ્યા છે, ત્યારે સુરતનો લીંબાયત વિસ્તાર આમ તો અહીંયા મજૂરી કરતા લોકો વધુ રહે છે ત્યારે અધિકારીએ આપેલા દંડનો ટ્રાર્ગેટ પૂર્ણ કરવા માટે પોલીસ બજારમાં દંડની વસુલાત માટે નીકળી પડે છે.
લીંબાયતના ઓમ નગરમાં લીંબાયત પોલીસના જવાન ચાલુ રીક્ષાએ માસ્ક વગર ફરતા લોકોને પકડી પાડવા માટે કૂદી પડે છે. જોકે તે સમયે ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલાકનો આબાદ બચાવ થાય છે. પોલીસ માસ્કના દંડના નામે લોકોને દંડવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. આ યુવાને પોલીસને આવું ન કરવાનું કહેતા પોલીસ પોતાની ખાખીની દાદાગીરી કરવા લાગી અને યુવાનને ધમકાવી બાદમાં આ મારવા લાગી.
પોલીસની દાદાગીરી જોઈને વિસ્તારના લોકો ભયભીત થઇ ગયા હતા. એક તો માસ્કના નામે દાદાગીરીથી દંડ વસૂલવો અને ત્યારબાદ જો કોઈ બોલે તો મારા મારી કરવી. આ દાદાગીરી નજીકના સીસી ટીવીમાં કેદ થતા, તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એક બાજુ સરકાર લોકોને સમજાવી માસ્ક પહેરવા અને દંડ નહીં કરવાની સૂચના આપે છે, ત્યારે ગરીબ લોકો દરરોજ કમાઈને દરરોજ ખાવા વાળા પાસે પોલીસ દંડ વસૂલી કરી રહી છે, ત્યારે પોલીસ વિભાગ ચૂંટણીમાં માસ્ક વગર ફરતા રાજકીય આગેવાનો પાસે દંડ કેમ વસુલતી ન હતી માત્ર સામાન્ય લોકોને દંડ ફટકારી રહી છે. હાલમાં લીબાયતમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસમાં પોલીસ આવી જ રીતે કામગીરી કરશે તો લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવી શકે છે.