સુરત: નરાધમ પાડોશી, 'ચાલુ લક્ઝરીના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી આચર્યું દુષ્કર્મ

સુરત: નરાધમ પાડોશી, 'ચાલુ લક્ઝરીના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી આચર્યું દુષ્કર્મ
પ્રતીકાત્મક તસવીર

૩૫ વર્ષીય પરિણીતા થોડા સમય પહેલા તેના પતિને ભાવનગર મળવા જવા માટે નીકળી હતી

  • Share this:
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતા (Married Woman) ભાવનગર (Bhavnagar) તેના પતિને મળવા જવા માટે પાડોશી યુવક સાથે નીકળી હતી. આ સમયે યુવકે બસમાં એક્લતાનો લાભ લઇ પરિણીતા પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. ત્યારબાદ બીજી વાર તેને બદનામ કરવાની ધમકી આપી પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં યુવકે વધુ માંગણી શરુ રાખી હતી, જેથી પરિણીતાએ ના પાડી દેતા યુવકે પરિણીતાને ચપ્પું બતાવી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર મહિલાએ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સતત મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે, તેમાં પણ મહિલાની એકલતાનો લાભ લઇને તેમની સાથે દુષ્કર્મ આચરવાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, સુરતના પાંડેસરામાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતા થોડા સમય પહેલા તેના પતિને ભાવનગર મળવા જવા માટે નીકળી હતી. આ સમયે તેણીએ તેની જ સોસાયટીમાં રહેતા અને સિલાઈ કામ કરતા 20 વર્ષીય શશીભાઇ જીતેન્દ્રભાઇ સોનીની મદદ લીધી હતી.



આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

પરિણીતા શશીને સાથે લઇ ભાવનગર બસમાં જવા માટે નીકળી હતી. બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી જબરજસ્તી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ પરિણીતા સુરત આવી ગયા બાદ પણ તા ૫/૧૦/૨૦૧૯ ના રોજ અને ૧૪/૧૦/૨૦૧૯ના રોજ શશીએ તેણીને બદનામ કરવાની ધમકી આપી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચોસુરત : 'મારી પત્નીને વિધવા ના રાખતા, બીજા લગ્ન કરાવી દેજો', મોબાઈલમાં સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

ત્યારબાદ પણ શશીએ પરિણીતાને ચપ્પું બતાવી તેને તથા આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ માટે માંગણી શરુ રાખી હતી. જોકે યુવાનની દરરોજની હેરાનગતિ અને બ્લેકમિલથી કંટાળી આખરે પરિણીતાએ પાડોશી યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું નક્કી કરી, પાંડેસરા પોલીસ મથકે આ મામલે યુવાન વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે આ મામલે આરોપી યુવાનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:kiran mehta
First published:February 25, 2021, 20:46 pm

ટૉપ ન્યૂઝ