સુરત : રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો, પરિણીતાએ જણાવી બ્લેકમેઈલિંગની કહાની

સુરત : રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો, પરિણીતાએ જણાવી બ્લેકમેઈલિંગની કહાની
સુરત રેપનો આરોપી ઝડપાયો

હરવસખોરના ત્રાસથી માલીકીનો પ્લેટ વેચી ભાડે રહેવા જતા રહ્યા પરંતુ નરાધમ પાડોશી ના સુધર્યો આખરે હદ ત્યારે થઈ જ્યારે...

  • Share this:
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી રત્નકલાકરની પત્નીને એકલતાનો લાભ લઇને પાડોશી યુવાને પરણિતા પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે યુવાનના ત્રાસથી પરિણીતા બીજે રહેવા જતી રહી હોવા છતાં આ યુવાન વીડિયોના નામે બ્લેકમેઇલિંગ કરતો હોવાને લઈને આખરે પરિણીતાએ આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હવસખોર પાડોશી યુવાનની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી છે.

સુરતમાં મહિલા અત્યાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે, ત્યારે વધુ એક મહિલાએ પોતાનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં 33 વર્ષીય પરિણીતા અને એક પુત્રી-એક પુત્ર સાથે રહેતા પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. વર્ષ 2016માં તેણે એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા આરોપી અજય નામના આરોપી સાથે ઓળખાણ થતા એકબીજાના ઘરે અવરજવર હતી. આ દરમિયાન, વર્ષ 2018ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો વતન ગયા હતા અને પરિણીતાના બંને બાળકો પણ નાનાના ઘરે વતન ગયા હતા. પરિણીતાનો પતિ કામ માટે બહાર ગયા હતા, ત્યારે અજય ઘરે આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.



આ પણ વાંચોસુરતમાં ફરી Corona વિસ્ફોટ : 24 કલાકમાં જ 134 કેસ આવતા હાહાકાર, બાળકો બન્યા શિકાર

અજયે તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી આ વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. પરિણીતા સાથે તેણે આ વીડિયો દ્વારા બ્લેકમેઇલિંગ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જોકે આ યુવાન સતત પરિણીતાને બ્લેકમેલ કરતો હતો, અજય નામનો યુવાન પરિણિતાને અવાર નવાર ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જોકે, પરણિતાને તેના તાબે થવું ન હતું, જેથી હેરાનગતિથી કંટાળી પરિણીતા અને પતિને પાંચમા માળે રહેતાનું ફાવતું નથી તેવું કહી ઘર પણ બદલ્યું હતું અને માલિકીનો ફ્લેટ છોડી ભાડાના મકાનમાં રહેવા ગયા હતા.

આ પણ વાંચોમોરબી : પત્નીએ પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિની કરી હત્યા, કેવી રીતે થયો પર્દાફાશ?


પરંતુ આ યુવાન પરીણિતાને ફોન કરીને હેરાન કરવા સાથે બ્લેકમેલ કરતો રહેતો હતો, જેને લઈને આ પરિણીતાએ સમગ્ર હકિકત તેના પતિને કહી હતી, જેને લઈને પતિએ પરિણીતાને સપોર્ટ કરી આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. આ બાજુ પરિણીતાના ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એવા પાડોસી યુવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ સાથે આ યુવાનનું પણ મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:March 06, 2021, 22:31 pm

ટૉપ ન્યૂઝ