Home /News /south-gujarat /

સુરત : રંગીન મિજાજી પોલીસકર્મી! વર્દી પહેરી મહિલા મિત્ર સાથે મસ્તીનો Video વાયરલ થતા વિવાદ

સુરત : રંગીન મિજાજી પોલીસકર્મી! વર્દી પહેરી મહિલા મિત્ર સાથે મસ્તીનો Video વાયરલ થતા વિવાદ

સુરતમાં વધુ એક પોલીસ કર્મીનો વીડિયો વાયરલ

ખાખી વર્દીમાં મહિલા મિત્ર સાથે પોલીસ કર્મચારીના એક-બે નહીં પણ પાંચ જેટલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અનેક તર્ક વિતર્ક

સુરત : શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીને લઈને વિવાદ ઊભો થયો છે, જે છેલ્લા ચાર દિવસથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પોલીસ કર્મીનો વર્દી સાથે તેની મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતો બનાવેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, તેને લઈને વિવાદ સર્જાયો છે.

સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનના એક સિનિયર પોલીસ કર્મચારી હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યા છે. મહિલા મિત્ર સાથે એક નહીં પણ લગભગ 40 જેટલા વીડિયો બનાવી વાઇરલ કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. મોડી રાત્રે મહિલા મિત્ર સાથે ફોર વહીલ ગાડીમાં ફિલ્મી ગીતો પર મોજ મસ્તી સાથેના વીડિયો બનાવનાર આ સિનિયર પોલીસ કર્મચારી અગાઉ પણ અનેક વિવાદમાં રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સંભવતઃ મહિલા મિત્રની સંગતમાં ભાન ભુલેલા આ પોલીસ કર્મચારીએ ખાખી વર્દીમાં પણ આ પ્રકારના વીડિયો બનાવ્યાનું દેખાય છે.



જવાબદાર પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં અજાણી મહિલા સાથે ફિલ્મી ગીતો ઉપર મોજ કરતો વીડિયો વાઇરલ કરે તો તે ચર્ચાનોવિષય ન બને તો જ નવાઈની વાત છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ મહિલા હોમ ગાર્ડનો વર્દી સાથેનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા અને ત્યારબાદ એ મહિલા હોમ ગાર્ડને સસેન્ડ કરવામાં આવી હતી. તો હવે પોલીસ વર્દીમાં રહી આ પ્રકારના વીડિયો બનાવનાર આ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે, શું હવે પોલીસ વિભાગ તપાસ કરી રંગીન મિજાજી પોલીસ કર્મચારીને પણ સજા ફટકારશે?
Published by:kiran mehta
First published:

Tags: Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन