Home /News /south-gujarat /

સુરત : 'લગ્નની લાલચ આપતા મહારાષ્ટ્રથી આવી, હોટલમાં લઈ જઈ બળાત્કાર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું'

સુરત : 'લગ્નની લાલચ આપતા મહારાષ્ટ્રથી આવી, હોટલમાં લઈ જઈ બળાત્કાર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું'

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના એક ગામમાં રહેતી 42 વર્ષિય મહિલા એક સંસ્થામાં કાઉન્સિલર તરીકે નોકરી કરે છે. તેને 15 વર્ષનો એક દીકરો છે.

સુરત : મહારાષ્ટ્ર ખાતે પતિથી અલગ રહેતી મહિલાને લગન માટે રજીસ્ટર થયેલી સાઈડ પરથી કોન્ટેક કરી લગનની લાલચ આપીને સુરતના એક યુવાને મહિલાને સુરત ખાતે બોલાવી હોટલમાં લઇ જઈ દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું. મહિલાએ તરછોડી દેનાર દગાખોર યુવક વિરુદ્ધ સુરતની મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના એક ગામમાં રહેતી 42 વર્ષિય મહિલા એક સંસ્થામાં કાઉન્સિલર તરીકે નોકરી કરે છે. તેને 15 વર્ષનો એક દીકરો છે. 2018માં મહિલાને તેના પતિ સાથે અણબનાવ રહેતા, તે પતિથી અલગ થઇ ગઈ હતી. જોકે તે પુત્ર સાથે રહેતી હતી.

આ મહિલાએ થોડા સમય પહેલા લગન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો, જેને લઈને સુરતના કતારગામ ખાતે રહેતા એક યુવાને આ મહિલાનો સંપર્ક કરી લગન કરવા માંગતો હોવાથી સુરતના યુવાન શૈલેશ ગોવિંદ મકવાણાએ આ મહિલાને મળવા માટે સુરત ખાતે બોલાવી હતી. જોકે ત્યારબાદ આ મહિલા સાથે સતત સંપર્કમાં રહેતા મહિલા તેને મળવા માટે સુરત ખાતે આવી હતી અને બંને લોકો સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલી એકે હોટલમાં ગયા હતા, જ્યાં બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા.

આ પણ વાંચો - સુરતમાં કમકમાટીભર્યું મોત - Video: ડિવાઈડર પર ઉભા રહેલા યુવાન પર લક્ઝરી ફરી વળી, મૃતદેહ નીચે ફસાયો

સુરતની હોટલમાં તેણે મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ સિવાય ભૂજ અને સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલ વેટ્રોઇન સ્પાઇસ અને તુળજાપુરમાં પણ શૈલેષે સંબંધ બાંધ્યો હતો. શૈલેશે ખર્ચ માટે મહિલા પાસેથી અઢી લાખ લીધા હતા. ત્યારબાદ મળવાનું બંધ કરી નંબર બ્લોક કરી દીધો હતો, અને મહિલાને તરછોડી દીધી હતી.

આ પણ વાંચોસુરત: ઘરકંકાસમાં પતિએ તો રાંદેરમાં બે સગીર યુવતીએ જીવન ટુંકાવ્યું, એક દિવસમાં 10 આપઘાતથી ચકચાર

જોકે મહિલાને છેતરાઈ હોવાનો ખ્યાલ આવી ગયો, આ યુવાને તેની સાથે છેતરપિંડી કરી તેનું શારીરિક શોષણ કર્યું છે, જેને લઈને મહિલાએ દગાખોર યુવક વિરુદ્ધ મહીધરપુરા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપી હતી, જેને પગલે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કવાયત શરુ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Maharashtra, Surat news, Surat police, Woman rape

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन