Home /News /south-gujarat /

સુરત : મહિલા PSIનો મોડલ સાથે મોડલિંગનો Video સોશિયલ મીડિયામાં વાયરલ, નોકરી પર હવે જોખમ

સુરત : મહિલા PSIનો મોડલ સાથે મોડલિંગનો Video સોશિયલ મીડિયામાં વાયરલ, નોકરી પર હવે જોખમ

મહિલા પીએસઆઈનો મોડલીંગ જેવો વીડિયો વાયરલ

પાંડેસરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈનો મોડલ સાથે મોડેલિંગ કરતો વિડીયો વાયરલ થતાં અપસેટ સર્જાયો છે

સુરત : પોલીસ વિભાગમાં વર્દી અને સરકારી ગાડીઓ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાને લઇને પોલીસ વિભાગના વડા દ્વારા આવા કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે થોડા-થોડા દિવસે સુરતના પોલીસ કર્મચારીઓનો tiktok જેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે, ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન પાંડેસરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઇનો મોડેલો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. જોકે ખાખી વર્દીમાં મોડલિંગ કરતી હતી એટલે અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે.

સરકારી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાની મરજી મુજબ વિડીયો બનાવી ફિલ્મી ગીતોના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભૂતકાળમાં પણ વિવાદ સર્જાયા છે, તો તેને લઈને ગુજરાત પોલીસ વડાએ આ પ્રકારના વિડિયો બનાવનાર પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી હતી, અને કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, ત્યારે સુરત પોલીસના થોડા દિવસમાં આજ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.



સુરતના પાંડેસરા પોલીસ મથકના મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતી અનિતા મોરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, તે મોડલ સાથે મોડેલિંગ કરતી હોવાનો મહિલા પીએસઆઇનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે, તે પોતાની વર્દી સાથે મોડેલિંગ કરતા આ વિવાદ ઊભો થયો છે.

આ પણ વાંચોસુરત : રંગીન મિજાજી પોલીસકર્મી! વર્દી પહેરી મહિલા મિત્ર સાથે મસ્તીનો Video વાયરલ થતા વિવાદ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એત મહિલા હોમગાર્ડને આ જ પ્રકારે વીડિયો વાયરલ થવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે આ મહિલા પીએસઆઇએ પોતાની વર્દીમાં રહી મોડલ સાથે મોડેલિંગ કરી વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે, આ મામલો પણ હવે અધિકારીઓના સામે આવતા અધિકારીઓ દ્વારા મહિલા પીએસઆઇ ઉપર ખાતાકીય કાર્યવાહી સાથે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन