Home /News /south-gujarat /

સુરત : દૂધના વેપારમાં થઈ હરિફાય, એક વેપારીએ બીજા વેપારીનું કર્યું અપહરણ

સુરત : દૂધના વેપારમાં થઈ હરિફાય, એક વેપારીએ બીજા વેપારીનું કર્યું અપહરણ

પ્રતિકાત્મક તસવીર

ફોન પર બ્રિજદેવ સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે આલ્ફા હોટલ હજીરા-પલસાણા હાઇવે પર જલ્દી આવો, રામજીત મૌર્યાનો છોકરો દિપક અને બીજા ત્રણેક જણા મને ઉઠાવીને હજીરા તરફ લઇ જાય છે

સુરત : શહેરમાં પૈસાની લેતી-દેતીમાં અપહરણની ઘટનાઓ તો અનેક વખત સામે આવી છે પરંતુ આજે સચિન વિસ્તારમાં દૂધના ધંધાની હરિફાયમાં એક વેપારીએ બીજા વેપારીનું અપહરણ કર્યાની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બની છે. સતીશ નામનો વેપારી સચિન ખાતે રહી દૂધનો વેપાર કરતો હતો. જોકે ધધાંકીય હરિફાયમાં અન્ય દૂધના વેપારીના પુત્ર અને તેના મિત્ર દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતું. જોકે અપહરણની ફરિયાદના આધારે પોલીસ દોડતી થઇ હતી અને બીજી બાજુ જેનું અપહરણ થયું છે, તે તેના વતન તરફ હોવાનું કહેતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે હત્યા, હત્યાનો પ્રયાસ, છેડતી, બળાત્કાર જેવી ઘટના તો બનતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની લેતી-દેતી અને ધધાંકીય હરિફાયમાં અપહરણની ઘટના પણ સુરતમાં બની રહી છે, ત્યારે સુરતના સચિન-કનકપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક ભારત રત્ન સોસાયટીમાં ભાડેથી રહેતો અને મૂળ જજાલીયા, તા. વિજયપુર, જિ. ગોપાલગંજ, બિહારનો સતીષ રમાકાંત યાદવ દૂધનો વેપાર કરી પરિવાર સાથે રહે છે.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

તે દરરોજની જેમ 23 ફેબ્રુઆરીએ રાબેતા મુજબ સવારે ટેમ્પો લઇ દુધ વેચવા નીકળ્યો હતો. પરંતુ 6.45 વાગ્યે તેના મકાન માલિક બ્રિજદેવ મનદેવ મિશ્રાની પત્ની રાગિની પર ફોન કર્યો હતો. ફોન પર બ્રિજદેવ સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે આલ્ફા હોટલ હજીરા-પલસાણા હાઇવે પર જલ્દી આવો, રામજીત મૌર્યાનો છોકરો દિપક અને બીજા ત્રણેક જણા મને ઉઠાવીને હજીરા તરફ લઇ જાય છે, તમે મને બચાવી લો. જેથી બ્રિજદેવ સતીષના મામાના દીકરા સંદીપ ધર્મેન્દ્ર યાદવ સાથે બાઇક પર આલ્ફા હોટલ પહોંચ્યા હતા. પરંતુ સતીષનો પત્તો મળ્યો ન હતો અને વાંઝ ગામનો પુલના નાકા પરથી સતીષના ચંપલ અને ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. બ્રિજદેવે તુરંત જ અમદાવાદ ખાતે રહેતા સતીષના ભાઇ મોહન યાદવને જાણ કરતા તેઓ પણ સુરત દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોસુરત: નરાધમ પાડોશી, '... અને ચાલુ લક્ઝરીના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી આચર્યું દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે, સતીષે જે દિપકનું નામ આપ્યું હતું, તેના મકાનમાં સતીષ અગાઉ ભાડેથી રહેતો હતો. દિપકના પિતા રામજીત સીતારામ મૌર્યા ઘર નજીક ડેરી ચલાવતો હતો, તેમાં સતીષ કામ કરતો હતો. પરંતુ બે મહિના અગાઉ સતીષ રામજીતનું મકાન ખાલી કરી પડોશી બ્રિજદેવના મકાનમાં રહેવા ગયો હતો અને ઘરમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે દૂધનો ધંધો કરતો હતો. જેથી દૂધના ધંધાની અદાવતમાં અપહરણ કર્યુ હોવાની આશંકાને પગલે પોલીસે દિપકની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ દિપકે અપહરણ કર્યાનો ઇન્કાર કર્યો હતો અને બીજી તરફ સતીષ હાલ તેના વતન તરફ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ છે અને સતીષની પુછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે.
Published by:kiran mehta
First published:

Tags: Kidnapping, Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन