સુરત : 'મને મારી ભૂલ સમજાઈ ગઈ છે', પત્નીને પતિ પર બીજી વખત ભરોસો કરવો ભારે પડી ગયો

સુરત : 'મને મારી ભૂલ સમજાઈ ગઈ છે', પત્નીને પતિ પર બીજી વખત ભરોસો કરવો ભારે પડી ગયો
પ્રતિકાત્મક તસવીર

અંજલીને ઍકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ રાકેશ અવાર નવાર ઝઘડો કરી મારઝુડ કરતો હોવાથી જાન્યુઆરી ૨૦૧૮માં છુટાછેડા લઈને માતા સાથે સુરત રહેવા માટે આવી

  • Share this:
સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિઍ અંધારમાં રાખી વતનમાં બીજા લગન્ કરી લીધા હતા અને તેને ઍક પુત્ર પણ છે. પરિણીતાને આ અંગેની જાણ થતા તપાસ કરવા માટે વતન ગઈ ત્યારે પતિઍ તેની સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતા હાલમાં તેના માતા, ભાઈ અને ભાભી સાથે રહે છે. અંજલીના ચાર વર્ષ પહેલા પીપાળાવ ગામ પેટલાદ ખાતે રાકેશ હર્ષદ પટેલ સાથે સમાજના રીતી-રીવાજ મુજબ લગન્ થયા હતા. અંજલીને ઍકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ રાકેશ અવાર નવાર ઝઘડો કરી મારઝુડ કરતો હોવાથી જાન્યુઆરી ૨૦૧૮માં છુટાછેડા લઈને માતા સાથે સુરત રહેવા માટે આવી ગઈ હતી.આ પણ વાંચોસુરત : લગ્ન પ્રસંગમાં યુવાનને કરંટ લાગતા 6 ફૂટ ઉપરથી પટકાયો, વિધવા માનો એકનો એક સહારો છીનવાયો

ત્યારબાદ રાકેશ અઢી વર્ષ પહેલા સુરત મળવા માટે આવ્યો હતો અને પોતાની ભુલ સ્વીકારી માંફી માંગી ફરીથી પોતાની સાથે લગન્ કરવાનું કહી વિશ્વાસમાં લીધી હતી અને ૨૭ જુન ૨૦૨૦ના રોજ પેટલાદ ખાતે રજીસ્ટર કોર્ટ મેરેજ કરી ફરીથી બંને જણા સુરત રહેવા આવી ગયા હતા. ચારેક મહિના સાથે રહ્ના હતા. તે દરમિયાન અંજલી ગર્ભવતી બની હતી. રાકેશ ફરીથી શારીરીક માનસીક ત્રાસ આપવા લાગ્યો હતો જેથી તેના વિરૂધ્ધમાં ૧૭ જાન્યુઆરીના રોજ અમરોલી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું, દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી

અંજલીને વીસેક દિવસ પહેલા ઍવી ખબર પડી કે રાકેશે અઢી-ત્રણ વર્ષ પહેલા કોઈ રેખા નામની સ્ત્રી સાથે લગન્ કરી લીધા છે અને તેને બે વર્ષનો ઍક પુત્ર પણ છે. જેથી અંજલીઍ રાકેશને ફોન કરી પુછત ગાળાગાળી કરી ઉશ્કેરઈને મે રેખા સાથે લગન્ કરી લીધા છે અને મારે ઍક પુત્ર પણ છે. હવે મારે તારી કોઈ જરૂર નથી જા હવે તુ મારા ઘરે આવવાનું નામ લઈશ તો તને જાનથી મારી નાંખી તેવી કહી નાસી ગયો હતો. રાકેશે રેખા નામની મહિલા સાથે બીજા લગન્ કરી લીધા હોવાની હકીકત છુપાવી અંજલી સોથે ફરીથી લગ્ન કરી સાડા ત્રણ મહિના ગર્ભ રાખી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવતા અંજલીઍ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by:kiran mehta
First published:February 18, 2021, 16:34 pm

ટૉપ ન્યૂઝ