સુરતમાં ઘર-પ્લોટ ખરીદતા સાવધાન : એક જ પ્લોટ લોકોને વેચી લાખો ખંખેર્યા, અનેક છેતરાયા

સુરતમાં ઘર-પ્લોટ ખરીદતા સાવધાન :  એક જ પ્લોટ લોકોને વેચી લાખો ખંખેર્યા, અનેક છેતરાયા
છેતરપિંડી આરોપી

આ ફૂલેકુ જીત ચંદ્રપાલ સિંહ, યોગેશ સિંહ દ્વારા ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે ઓફિસ, ખોલી પ્લોટનું વેચાણ કર્યું હતું

  • Share this:
સુરત : છેલ્લા કેટલાક સમયથી ગરીબ લોકોને નવસારીના જલાલપોર અને સચિન પાલીમાં પ્લોટના નામે લખો રૂપિયા લઈને આ પ્લોટ બીજાને વેચીને છેતરપિંડી કરતા ઠગ વિરુદ્ધ પહેલા ડીન્ડોલી બાદ હવે સુરતના ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરતના ગરીબ લોકોને નવસારીના જલાલપોરના પરૂજણ ગામમાં શ્રી સાઇવિલા નામની સોસાયટીમાં સસ્તામાં પ્લોટિંગના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવાયું હતુ. જોકે આ ફૂલેકુ જીત ચંદ્રપાલ સિંહ, યોગેશ સિંહ દ્વારા ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે ઓફિસ, ખોલી પ્લોટનું વેચાણ કર્યું હતું. ઠગ ટોળકીએ 16 વ્યક્તિ પાસે 25.35 લાખ પડાવી પ્લોટના નામે ઠેંગો બતાવ્યો હતો. જે અંગે ડિંડોલી પોલીસમાં અજીતસિંહ, યોગેશસિંહ સહિતની ટોળકી સામે ઠગાઇનો ગુનો પણ નોંધાયો છે.



આ પણ વાંચો - સુરેન્દ્રનગર : સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video

આ ટોળકીના હાથે અનેક અન્ય વિસ્તારના લોકો પણ ઠગાઈનો શિકાર બન્યા હતા. આ ટોળકી દ્વારા નવસારી સાથે સાથે સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ ખાતે પણ પ્લોટીંગના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા. ગોડાદરામાં નીલમનગર સોસાયટીમાં રહેતા લાલચંદ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, અજીતસિંહ અને યોગેશસિંહે પાલી ગામમાં પ્લોટ વેચાણના નામે ૨.૮૫ લાખ પડાવ્યા હતા. ત્યારબાદ આ પ્લોટ માલતી વાનખેડેને 2.35 લાખમાં વેચી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

આ પણ વાંચોમહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત, બેસણામાં ગામ હિબકે ચઢ્યું

આ ઉપરાંત, આ પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી તેમણે સીતારામ રાજભરને 2.50 લાખમાં પ્લોટ વેચ્યો હતો. આમ, એક જ પ્લોટ 3 વ્યક્તિને વેચી 7.30 લાખ ખંખેરી લેનાર આ ટોળકીએ . ઉધનામાં કોમર્શિયલ કોમ્પલેક્સ અને ડિંડોલીની ઓફિસને તાળાં મારી દીધા હતા. આ ટોળકીએ અન્ય 9 વ્યક્તિને - પણ પ્લોટ વેચાણના નામે લાખોનો ચૂનો ચોપડ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદમાં ડબલ મર્ડરની અંતિમ કહાની : દીકરો દુબઈમાં, 'કાકા ગાડી સાફ કરતા હતા, કાકી ચકરી બનાવી રહ્યા હતા અને...'

જોકે આ ટોળકી વિરુદ્ધ પહેલા ડિંડોલી બાદ હવે ઉધના પોલીસે અજીતસિંહ અને યોગેશસિંહ સામે ગુનો નોંધી નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જો પોલીસ આ મામલે વધુ તપાસ કરે તો આ ઠગ દ્વારા અનેક લોકો પણ ઠગાઈનો શિકાર બનેલા આગળ આવીને આગામી દિવસમાં ફરિયાદ કરે તેવી શક્યતા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઠગ ટોળકીને પોલીસ ક્યારે અને કેવી રીતે કેટલા સમયમાં પકડી પડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે.
Published by:kiran mehta
First published:March 06, 2021, 15:16 pm