સુરત : મકાન ખરીદતા પહેલા સાવધાન! બ્રોસરમાં બતાવ્યો પાંચમો માળ, બિલ્ડર પિતા-પુત્રએ 1 કરોડ પડાવી લીધા

સુરત : મકાન ખરીદતા પહેલા સાવધાન! બ્રોસરમાં બતાવ્યો પાંચમો માળ, બિલ્ડર પિતા-પુત્રએ 1 કરોડ પડાવી લીધા
સુરત ઉમરા પોલીસ સ્ટેશન - ફાઈલ ફોટો

બિલ્ડર મહેતા પિતા-પુત્રઍ આ જગ્યા પર પાંચ વર્ષ પછી પણ માત્ર પહેલા માળનું જ કામ પુરુ કયું હતું. શંકા જતા મનપામાં આરટીઆઈ કરી પ્લાન અંગેની માહિતી મેળવતા તેઓના હોશ ઉડી ગયા હતા.

  • Share this:
સુરત : ઘોડદોડ રોડ ઓલપાડી મહોલ્લામાં લો-ચેમ્બર્સ- ૩ના નામે પ્રોજેકટ મુકનાર ગ્રેવીટી ઍસોસીઍટ્સના મહેતા પિતા-પુત્રઍ પાંચમા માળની મંજુરી ન હોવા છતાં બ્રોસરમાં પાંચમાં માળનું બાંધકામ બતાવી વેસુના જમીન દલાલ પાસેથી ત્રણ ફ્લેટ પેટે કુલ રૂપિયા ઍક કરોડ પડાવી રજીસ્ટર બાનાખત બનાવી આપ્યા હતા, તેમજ આખો પ્રોજેક્ટ ફ્લોટ હોલ્ડરની જાણ બહાર બારોબાર ફાયનાન્સ કંપનીમાં ગુરવે મુકી છેતરપિંડી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુ કેનાલ રોડ ઓ.ઍન.જી.સી ગ્લોસી સોસાયટીમાં રહેતા વીકી પ્રવિણચંદ્ર ઢબુવાલા(ઉ.વ.૪૦) વેસુ આગમ ઓર્ચીડ ખાતે સલુનની દુકાન ધરવા છે સાથે જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. વીકીભાઈઍ સન ૨૦૧૬માં ગ્રેવીટી ઍસોસીઍટ્સ ગ્રૂપના દિલીપ જયંતી મહેતા અને તેના પુત્ર યશદિપ દિલીપ મહેતા (રહે, હેપ્પી રેસીડેન્સી વેસુ)ના ઘોડદોડ રોડ ઓલપાડી મહોલ્લામાં જુનો વોર્ડ નં-૧૩, નોંધ નં-૨૬૯૦, ટી.પી. સ્ક્રીમ નં-૫ (અઠવા-ઉમરા)ના ફાઈનલ પ્લોટ નં-૨૦૯ વાળી મિલ્કતમાં આવેલા લો-ચેમ્બર્સ-૩ નામના પ્રોજેકટમાં પાંચમાં માળે બે ફ્લેટ જેના રૂપિયા ૯૧ લાખ અને ત્રીજા માળના ફ્લેટના ૯ લાખ ચુકવ્યા હતા. અને તેની સામે રજીસ્ટર સાટાખાત બનાવી આપ્યા હતા.આ પણ વાંચોસુરત : CNG ગેસ પંપ પર ગેસ ભરાવતા સાવધાન, અડાજણમાં રિક્ષા સળગતા દોડધામ - Video

બિલ્ડર મહેતા પિતા-પુત્રઍ આ જગ્યા પર પાંચ વર્ષ પછી પણ માત્ર પહેલા માળનું જ કામ પુરુ કયું હતું. વીકી ઢબુવાલા અવાર નવાર પ્રોજેકટ પર જવા છતાંયે બાંધકામ આગળ વધતુ ન હોવાતી પુછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને મનપામાં પ્લાનપાસનું કામ ચાલુ હોવાનુ કહી બહાના કાઢતા હતા. તે દરમિયાન વીકી સાઈટ પર જતા શ્રી રામ સીટી ફાયનાન્સની નોટિસ ચોટાડેલી હતી, જેથી ફાયનાન્સ કંપનીની ઓફિસમાં જઈ તપાસ કરતા મહેતા પિતા-પુત્રઍ આખા મિલ્કત ગીરવે મુકી હોવાનુ બહાર આવતા ચોકી ગયા હતા.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

વીકી ઢબુવાલા અનેક ફોન કરવા છતાંયે ફોન ઉપાડતા ન હતા તેમજ તેમની નાનપુરા લો-ચેમ્બર્સ-૨માં આવેલી ઓફિસમાં પણ નહી મળતા પ્રોજેક્ટ અંગે શંકા જતા મનપામાં આરટીઆઈ કરી પ્લાન અંગેની માહિતી મેળવતા તેઓના હોશ ઉડી ગયા હતા. કારણ કે, મહેતા પિતા-પુત્રઍ બ્રોસરમાં પાંચમો માળ બતાવ્યો હતો, જયારે મનપા દ્વારા તેમના પાંચમાં માળે માત્ર ઍક ઓફિસના બાંધકામ માટેની મંજુરી સાથેનો પ્લાન મંજુર કર્યો હતો, તેના બદલામાં આખો પાંચમો માળ બ્રોસરમાં બતાવી વીકી ઢબુવાલા પાસેથી પૈસા પડાવી સાટાખતથી વેચાણ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે વીકી ઢબુવાલાની ફરિયાદ લઈ મહેતા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:March 27, 2021, 17:14 pm

ટૉપ ન્યૂઝ