સુરત : રેડીમેડ કપડાની દુકાનમાં ચાલતો ઓનલાઈન ગેમ્સ ઉપર સટ્ટો, જુઓ કેવી રમાડતા સટ્ટો, પિન્ટુ સિદ્ધપુરા વોન્ટેડ

સુરત : રેડીમેડ કપડાની દુકાનમાં ચાલતો ઓનલાઈન ગેમ્સ ઉપર સટ્ટો, જુઓ કેવી રમાડતા સટ્ટો, પિન્ટુ સિદ્ધપુરા વોન્ટેડ
મોબાીલ પર ગેમનો સટ્ટો

મોબાઈલમાં આઈ.ડી ઉપર ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ, ક્રિકેટ કસીનો, લાઈવ ગેમ, જેકપોટ જેવી ઓનલાઈન ગેમ્સો ઉપર જુગાર રમાડતો હતો.

  • Share this:
સુરત : શહેરના અડાજણ શ્રીરામ પેટ્રોલપંપની સામે આનંદ કોમ્પ્લેક્ષમાં આવેલ મેનીયાક નામની રેડીમેડ કપડાની દુકાનમાં ગઈકાલે મોડી સાંજે પીસીબીઍ રેડ પાડી દુકાન માલીકને મોબાઈલમાં ઓનલાઈન ગેમ્સો ઉપર સટ્ટો રમાડતા ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા સટોડિયા પાસેથી રોકડા ૩.૭૫ લાખ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૩.૯૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે આઈ.ડી આપનાર બુકીને વોન્ટેડ જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાંથી ઓનલાઈન ગેમ્સો ઉપર સટ્ટો રમાતો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મામલાની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડ્યા હતા. પીસીબીઍ પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ શ્રીરામ પેટ્રોલપંપની સામે આનંદ કોમ્પ્લેક્ષમાં આવેલ મેનીયાક રેડીમેડ કપડાની દુકાનમાં ઓનલાઈન ગેમ્સો ઉપર સટ્ટો રમાડાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. અને તપાસ દરમિયાન દુકાન માલીક શાલુ પ્રકાસ મહેતા (રહે, ઈશીતા પાર્ક રો-હાઉસ અડાજણ)મોબાઈલમાં આઈ.ડી ઉપર ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ, ક્રિકેટ કસીનો, લાઈવ ગેમ, જેકપોટ જેવી ઓનલાઈન ગેમ્સો ઉપર જુગાર રમાડતો હતો.



આ પણ વાંચો - સુરતમાં ડોક્ટરની બેદરકારી? 'દીકરીએ જન્મતા સાથે માતાની છત્રછાયા ગુમાવી, અંતિમ સમયે પાણી માટે તડપી'

સાલુ મહેતા ગ્રાહકોની સાથે ટેલીફોની સંપર્ક સાધી તેમની પાસેથી આઈ.ડી.નો જુગાર રમી રમાડવા માટે જુગાર પેટેના રોકડા રૂપિયા મેળવી આઈ.ડી.નો યુઝરનેમ અને પાસવર્ડ આપતો હતો. જેથી પોલીસે સમગ્ર મામલે શાલુની ધરપકડ કરી છે. અને પીસીબીઍ સટોડિયા શાલુ પાસેથી રોકડા ૩,૭૫,૦૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૩,૯૫,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે આઈ.ડી આપનાર બુકી પિન્ટુ સિદ્વપુરાને વોન્ટેડ જાહેર કર્યો છે. અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોસુરત: શહેરમાં બાઈક સ્ટન્ટનો વધુ એક Video વાયરલ, પોલીસની ઊંઘ હરામ થઈ

ઉલ્લેખનીય છે કે આજના આધુનીક યુગમાં નવ યુગલોમાં ઓનલાઈન ગેમ રમવાની ચસ્કો લાગ્યો છે. પરંતુ આ ગેમ રમતા રમતા સટ્ટનાં ખપ્પરમાં હોમાતા જાય છે તેની જાણ થતી નથી. જેને લઈને આજનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે.
Published by:kiran mehta
First published:March 23, 2021, 19:52 pm