Home /News /south-gujarat /

સુરત બાળક અપહરણ મામલે Big ખુલાસો : આરોપીને હતી એક વિચિત્ર ઈચ્છા, સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

સુરત બાળક અપહરણ મામલે Big ખુલાસો : આરોપીને હતી એક વિચિત્ર ઈચ્છા, સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

બાળક અપહરણ મામલો

આરોપીને એક ગજબની ઈચ્છા હતી. ગુનેગારોની માનસિકતા કેવા પ્રકારની હોય છે તેનો એક રમૂજ કિસ્સો આ આરોપીમાં જોવા મળ્યો

સુરત : સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા એક માસૂમ બાળકને ભૂસાવળ RPFની મદદથી સુરત પોલીસે હેમખેમ છોડાવ્યો હતો. આરોપીનો મોબાઈલ ટ્રેસ કરીને સચિન GIDC પોલીસ અપહરણકર્તાઓનું પગેરું શોધવામાં સફળ રહી છે. જોકે આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીને લાજપોર જેલ અંદરથી જોવી હતી તે માટે બાળકનું અપહરણ કર્યાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા એક માસૂમ બાળકને ભૂસાવળ RPFની મદદથી સુરત પોલીસે હેમખેમ છોડાવ્યો હતો. આરોપીનો મોબાઈલ ટ્રેસ કરીને સચિન GIDC પોલીસ અપહરણકર્તાઓનું પગેરું શોધવામાં સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સચિન GIDC પોલીસે જણાવ્યું હતું કે, બાળક આઠમી માર્ચના રોજ ઘર બહાર રમતાં રમતાં ગુમ થયો હતો. જે બાદમાં પરિવારે બાળકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાળકની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો - હેવાન બન્યો પતિ, ગુસ્સામાં કુલ્હાડીથી પત્નીના હાથ અને પગ કાપી નાખ્યા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બાળકને કોઈ ઈસમ તેના ઘરે લઈ ગયો હતો. એટલું જ નહીં આ અજાણ્યો ઈસમ 10 દિવસથી બાળકને ચોકલેટ આપીને ધીમે ધીમે પોતાના વશમાં કરી રહ્યો હતો. જે બાદમાં આરોપીનું બાળકનું અપહરણ કરીને ભુસાવલ તરફ જવા નીકળી ગયો હતો. જે બાદમાં પોલીસે આરોપીનો મોબાઇલ નંબર ટ્રેસિંગ પર મૂકી પગેરું શોધવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોરાજકોટમાં 2 આપઘાત પ્રયાસ : ફોરેન્સીક લેબના કર્મીએ ઝેરી દવા પી, તો એક પટેલ યુવાને ફિનાઈલ ગટગટા્વ્યું

બીજી તરફ પોલીસે ભુસાવલ રેલવે સ્ટેશન પર RPFને જાણ કરી બાળકનો ફોટો આપી આરોપીઓને પકડવા અને બાળકને છોડાવવા મદદ માગી હતી. જેને લઈ ભુસાવલ રેલવે સ્ટેશનના RPF જવાનોએ ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશન પર ગોઠવાઈ ગયા હતાં. આરોપી જેવો બાળક સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યો કે, આરપીએફએ તેને ઝડપી લીધો હતો. સુરત પોલીસે આપેલા માર્ગદર્શન મુજબ આરપીએફ ટ્રેનમાંથી ઉતરતા લોકો પર નજર રાખી રહી હતી. થોડા જ અંતરમાં ત્રણ અજાણ્યા ઈસમો બાળકને લઈ બહાર નીકળવાનો પ્રયાસ કરતા RPFના હાથે ઝડપાઈ ગયા હતાં. બાળકએ પણ આ અંકલ સાથે આવ્યો છું કહેતા આરોપીનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. જે બાદમાં તમામ આરોપીઓ અને બાળકને લઈ ભુસાવલ RPF સુરત આવી હતી.

આ પણ વાંચોવડોદરા : પરિણીત દીકરી સાથે અવૈધ સંબંધ, પિતાએ Loverને મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો

આ મામલે સચિન GIDC પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ગુનેગારોની માનસિકતા કેવા પ્રકારની હોય છે તેનો એક રમૂજ કિસ્સો આ આરોપીમાં જોવા મળ્યો હતો. બાળકનું અપહરણ કરનાર રાઘવેન્દ્ર ઉર્ફે ભારત રામશરણ કેવટની પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કહ્યું કે, મારે લાજપોર જેલ અંદરથી જોવી હતી. અગાઉ 2 થી 3 વાર જેલ જોવા ગયો તો ભગાડી મુક્યો હતો. બાળકનું અપહરણ કરી બે દિવસ રાખી પછી જાતે બાળકને મુકવા આવવાનો હતો. વધુમાં અપહરણ કરનાર રાઘવેન્દ્ર કેવટએ મિત્રનો મોબાઇલ પણ ચાલુ રાખ્યો હતો. જેથી પોલીસ લોકેશન આધારે તેને શોધી શકે.
Published by:kiran mehta
First published:

Tags: Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन