Home /News /south-gujarat /

સુરત : 1 લાખના પગારદાર સરકારી 'બાબુ'ને 18,000ની લાંચ ભારે પડી, આવ્યો ACBના ઝપેટામાં

સુરત : 1 લાખના પગારદાર સરકારી 'બાબુ'ને 18,000ની લાંચ ભારે પડી, આવ્યો ACBના ઝપેટામાં

લાંચ માંગનાર અધિકારી એસીબીના સકંજામાં

સુરત મનપાની તાડવાડી ખાતે આવેલી જૂની ઝોન ઓફીસ ખાતે છટકું ગોઠવ્યું હતું જેમાં અરજદાર પાસેથી લાંચની રકમ રૂ.૧૫ હજાર લેતા જીગ્નેશ મોદી આબાદ ઝડપાઈ ગયો

સુરત : સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જાણે કે કોઇનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારે છે. આવો જ એક કિસ્સો રાંદેર ઝોનમાં આજે બન્યો હતો. જેમાં રૂ. 1 લાખનો પગારદાર આસિસ્ટન્ટ ઇજનેરે પોતાની ઓફિસમાં જ રૂ. 15 હજારની લાંચ લીધી અને એન્ટિ કરરપ્શનની ટીમે તેને દબોચી લીધો હતો. ગટરલાઈનનું કામ મંજુર કરવા માટે આ લાંચની રકમ માંગવામાં આવી હતી.

જહાંગીરપુરા વિસ્તારમાં નવા બનતા એક બિલ્ડિંગમાં પ્લમ્બિંગનું કામ કરતા વ્યક્તિએ 120 ફ્લેટ ની ડ્રેનેજ લાઈન માટે મનપાના રાંદેર ઝોનમાં અરજી કરી હતી. જે અરજી પાસ કરીને લાઈનની મંજુરી આપવા માટે રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ નટવરલાલ મોદીએ એક ફ્લેટ દીઠ રૂ. 150 લેખે રૂ. 18,000ની લાંચ માગી હતી. રકઝકના અંતે આ રકમ રૂ. 15 હજાર નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : 'મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે', વેપારીએ Video બનાવી કર્યો આપઘાત, મોતની કરૂણ કહાની

જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગતો નહોતો એટલે તેણે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અંજનાબા ચૌહાણનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમે મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. અને એ.સી.બી.ની ટીમે આજે સુરત મનપાની તાડવાડી ખાતે આવેલી જૂની ઝોન ઓફીસ ખાતે છટકું ગોઠવ્યું હતું જેમાં અરજદાર પાસેથી લાંચની રકમ રૂ.૧૫ હજાર લેતા જીગ્નેશ મોદી આબાદ ઝડપાઈ ગયો હતો જોકે એ.સી.બી.ની ટીમ જો તેના ઘરે તપાસ કરે તો ઘણી વાંધાજનક વસ્તુઓ મળી શકે તેમ છે.

આ પણ વાંચોજૂનાગઢ : યુવાન પર જીવલેણ હુમલો, દોડાવી-દોવી માર્યા છરીના ઘા, લોહીયાળ મારા મારીનો Live Video

ઉલ્લેખનીય છે કે, હમણાં ગત અઠવાડીએ જ આવા લાંચીયા અધિકારીને એસીબીએ ઝડપ્યા હતા જેમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એએસઆઈ દિવાભાઈ દાહવાડે એક દારૂના કેસમાં ગોળના વેપારીને પોતાની ઉપરની કમાણીનું સાધન બનાવવા માટે સકંજામાં લીધો. એસએસઆઈએ ગોળના વેપારીને ધમકી આપી કે, દારૂ બનાવનારા તારી પાસેથી ગોળ ખરીદે છે મને ખબર છે, જો હવે તારી પાસેથી ગોળ ખરીદશે અને દારૂ બનાવશે તો તારા નામ પણ આરોપી તરીકે ખોલી નાખીશ, જો તારે ગોળ વેચવો હોય તો, હપ્તા પેટે 5000 રૂપિયા આપવા પડશે. આ મામલે આખરે એસીબીએ છટકુ ગોઠવી એએસઆઈેન રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તો બીજી બાજુ સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટીડીઓ) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Bribe case, Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन