Home /News /south-gujarat /

સુરત: શહેરમાં બાઈક સ્ટન્ટનો વધુ એક Video વાયરલ, પોલીસની ઊંઘ હરામ થઈ

સુરત: શહેરમાં બાઈક સ્ટન્ટનો વધુ એક Video વાયરલ, પોલીસની ઊંઘ હરામ થઈ

સુરતમાં બાઈક સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ

આવા સ્ટંટ કરતા યુવાનો સામે પોલીસે લાલા આંખ કરી છે ત્યારે હવે આવા યુવાનો શહેરના પોસ વિસ્તારમાં નહીં પણ અન્ય વિસ્તારમાં સ્ટન્ટ કરવા લાગ્યા છે.

સુરત : શહેરમાં સતત બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. જોકે આ વખતે બાઈક પર સ્ટન્ટ કરતો વિડીયો સુરતના પોસ વિસ્તારનો નહીં પણ અન્ય વિસ્તારનો છે. આ યુવાન ચાલુ બાઇકે પોતાની ગાડીને એક વહીલ પર ચલાવી સ્ટન્ટ કરતો દેખાય છે. જોકે વિડીયો વાઇરલ થતાની સાથે પોલીસે આ યુવાનની શોધ ખોળ શરુ કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનો બાઇક પર સ્ટન્ટ કરતા અને રસ્તામાંથી પસાર થતા લોકો માટે જોખમ ઉભું કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાઇરલ થઈ રહ્યા છે અને વાઇરલ થયા બાદ આવા યુવાનો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરતા આ સ્ટન્ટ કરતા ઓછા થયા છે. શહેરના પોસ વિસ્તારમાં આવા સ્ટંટ કરતા યુવાનો સામે પોલીસે લાલા આંખ કરી છે ત્યારે હવે આવા યુવાનો શહેરના પોસ વિસ્તારમાં નહીં પણ અન્ય વિસ્તારમાં સ્ટન્ટ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ: વધુ એક પરિણીતાની વેદનાનો Video વાયરલ, '...પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરે'

આજે વધુ એક વીડિયો વાઇરલ થવા પામ્યો છે. આ વિડીયો સુરતના પર્વત પાટિયા પાસે આવેલ બીઆરટીસ રોડનો છે, અહીં એક યુવાન પોતાની મોટર સાઇકલ એક વહીલ પર ઉપાડીને ચલાવે છે. જોકે આ સરતા પર વધુ વાહનો નહિ હોવાને લઈને આ યુવાન સ્ટન્ટ કરતો જોવા મળ્યો છે. આ યુવાના સ્ટન્ટ કરી ત્યાંથી પસાર થતા લોકો માટે જોખમી સાબિત થઇ શકે છે, ત્યારે આ વિડીયો વાઇરલ થતાની સાથે લોકોનો રોષ આ બાઇક ચાલાક સામે ભભૂકી ઉઠ્યો છે.



બીજી બાજુ આ વિડીયો વાઇરલ થતાની સાથે પોલીસે આ બાઈક ચાલકની શોધ ખોળ શરુ કરી છે, હવે બાઇક પર સ્ટન્ટ કરતા યુવાનો શહેરના પોઝ વિસ્તારમાં નહી પણ દરેક વિસ્તારમાં પોતાનો કહેર વર્તાવી રહ્યા છે, તેવામાં આ વિડીયો વાઇરલ થયા બાદ પોલીસ યુવક સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Bike stunt, Surat news, Surat police, Video viral

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन