સુરતમાં Live મારા મારી Video : મહિલાઓના સામાન્ય ઝગડામાં યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા

સુરતમાં Live મારા મારી Video : મહિલાઓના સામાન્ય ઝગડામાં યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ. મહિલાઓની મારા મારીની આ ઘટનાનો વિડીયો મહિલાઓનું યુદ્વનું મેદાન તરીકે સોશિયલ મીડિયામાં વાઇરલ

  • Share this:
સુરત : શહેરમાં સામાન્ય બાબતે મારા મારીની ઘટના તમે જોઈ હશે પણ સામાન્ય મહિલાઓના ઝગડા (Woman Clash)એ એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે, જોત જોતામાં એક મહિલા અને તેના વહુ પર સામે રહેતી મહિલા (Woman) અને તેના પરિવારના 13 જેટલા સભ્યો લાકડી સાથે હથિયારો લઈને તૂટી પડ્યા અને જોત જોતામાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી(CCTV Video)માં કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં સામાન્ય બાબતે ઝગડા થતો અનેક વખત જોવા મળે છે, પણ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મહિલાઓનો ઝગડો યુદ્વ મેદાનમાં પરિવર્તિત થયેલો જોવા મળ્યો હતો. અમરોલી વિસ્તરમાં આવેલ ભરથાણા ગામ નજીક આવેલ રામદર્શન સોસાયટી આવેલી છે, અહીંયા રહેતા અને રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા સુનિલકુમાર બિહારી લાલા કાછાવા પોતાની માતા અને પત્ની સાથે રહે છે.આ પણ વાંચોવડોદરામાં કમકમાટીભર્યું મોત : કર્મચારીનું માથું લિફ્ટમાં છુંદાઈ જતા ઉડ્યા લોહીના ફૂવારા, દોડધામ CCTVમાં કેદ

જોકે સોસાયટીમાં રહેતા અને સામેના મકાનમાં રહેતા ઇન્દિરા બેન રાઠોડ સાથે કોઈ બાબતે બોલા ચાલી થઇ હતી, તેની અદાવત રાખીને ઇન્દિરા બહેન તેમની દીકરી અને વહુ સાથે પહેલા ઝગડો કરવા આવ્યા હતા. જોત જોતામાં ઝગડો એટલો ઉગ્ર થઇ ગયો કે, અહીંયા આ તમામ મહિલાઓએ યુદ્ધનું મેદાન બનાવી નાખીને એક મહિલા અને તેની વહુને માર મારવાનું શરૂ કરી નાખ્યું હતું.આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

હજુ મહિલાઓ વચ્ચે ઝગડો ચાલતો હતો એવામાં આ રાઠોડ પરિવારના પુરોષો પણ આવી જતા એક બે નહિ પણ 13 જેટલા લોકો આ મહિલાના ઘરમાં પ્રવેશ કરી તેના ઘરમાં તોડફોડ પણ કરી હતી. જોકે સમગ્ર મારા મારીની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા આ પરિવારે આરોપી પરિવાર વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે મહિલાઓની મારા મારીની આ ઘટનાનો વિડીયો મહિલાઓનું યુદ્વનું મેદાન તરીકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
Published by:kiran mehta
First published:February 27, 2021, 21:41 pm

ટૉપ ન્યૂઝ