સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા

સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા
સુરતમાં યુવકની હત્યા

આ હુમલા પાછળ રવિ ફાઈટર ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું છે. જમીન કે રૂપિયાની લેતીદેતીમાં હુમલો થયો હોવાનું કહી શકાય

  • Share this:
સુરત : શહેરમાં મતદાન પૂર્વે મધરાત્રે એક યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ઉગત રોડ ઉપર મધરાત્રે બે મિત્રો પર 15-20ના ટોળાએ ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો હતો. જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જમીન દલાલ અને જિમના માલિક ઉપર થયેલા હુમલા પાછળ જમીન કે રૂપિયાની લેતીદેતી હોવાની આશંકા છે. એટલું જ નહીં પણ મૃતક સુનિલ અને મોત સામે લડી રહેલા જીજ્ઞેશ ઉપર હુમલો કરનાર માસ્ટર માઈન્ડ ફાઈટર ગ્રુપના માણસો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, હાલ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના ગુના હેઠળ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમરોલી વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં સુનિલ પોતાના પરિવાર સાથે રહે છે અને જિમ ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો. શનિવારની રાત્રે મહેમાન આવ્યા હતા જેમની સાથે રાત્રીનું ભોજન ચાલી રહ્યું હતું. તે દરમિયાન મિત્ર જીજ્ઞેશનો વારંવાર ફોન આવતો હતો. ભોજન બાદ ફોન રિસીવ કરતા જીજ્ઞેશે સુનિલને તાત્કાલિક જહાંગીરપુરા બોલાવ્યો હતો. મારી મગજ મારી ચાલે છે એમ કહેતા સુનિલ મહેમાનોની ગાડીમાં જહાંગીરપુરા ચાલી ગયો હતો.આ પણ વાંચોસુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

કારમાં બીજો એક અન્ય યુવાન પણ હતો. ઉગત નજીક કાર ઉભી રાખી સુનીલ અને જીજ્ઞેશ બહાર નીકળી વાતો કરી રહ્યા હતા. દરમિયાન 15-20 જણાનું ટોળું બન્ને પર તૂટી પડ્યું હતું. ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી કારમાં જીવ બચાવી સંતાઈ ગયેલા યુવાન પર હુમલો કરવા હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. ગણતરીની મિનિટોમાં બન્ને મિત્રો પર થયેલા જીવલેણ હુમલાને જોનાર રાહદારીઓએ 108ને જાણ કરી હતી.

આ પણ વાંચોસુરત: '... આ લોકોએ પરેશાન કરી દીધો', વેપારીએ સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત, પાંચ લોકો સામે ગુનો નોંધાયો

108માં બન્નેને સિવિલ લઈ આવતા સુનિલને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જીજ્ઞેશને તાત્કાલિક વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે સુનિલને પીઠ, છાતીના ભાગે 7-8 ઘા મરાયા હતા. જ્યારે મોત સામે લડી રહેલા જીજ્ઞેશને 10થી વધુ ઘા મરાયા છે.

આ પણ વાંચો - સુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

આ હુમલા પાછળ રવિ ફાઈટર ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું છે. જમીન કે રૂપિયાની લેતીદેતીમાં હુમલો થયો હોવાનું કહી શકાય છે. હુમલાને નજરે જોનાર વ્યક્તિએ ત્રણની ઓળખ કરી છે. જેમાં એક પોલીસ પુત્ર હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ પોલીસ તમામ હત્યારાઓની શોધખોળ કરી રહી છે.
Published by:kiran mehta
First published:February 21, 2021, 15:44 pm

ટૉપ ન્યૂઝ