સુરત : શહેરમાં મનપા ફરી એક વાર વિવાદમાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કચરાની ગાડીમાં પોતાનું વજન વધારવા પાણી નાખતા હોવાનો ફરી એક વાર વિડીયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે ભૂતકાળમાં આજ પ્રકરનું કૌભાંડ બહાર આવતા મનપામાં ચકચાર મચી જવા પામી હતી.
સુરત મનપા આમ તો ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખ ધારાવે છે, ત્યારે છાશવારે મનપા કચેરી વિવાદમાં આવતાની સાથે કૌભાંડ માટે પણ ગુજરાતમાં જાણીતી થઇ છે. ત્યારે થોડા સમય પહેલા મનપા દ્વારા શહેરના લોકોના ઘરેથી કચરો ઉપાડતી ડોર ટુ ડોર કચરાની ગાડી પોતાનું વજન વધારવા કૌભાંડ કરતી હોવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે આ મામલે મનપા દ્વારા કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યાર ફરી એક વાર આજે સોશલ મીડિયામાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે.
સુરત મનપા દ્વારા લોકોના ઘરેથી કચરો ઉપાડતી ડોર ટુ ડોર કચરાની ગાડીને વજન પર મહેનતાણું ચુકવવામાં આવે છે ત્યારે મનપાની કચરાની ગાડીના કર્મચારી વધુ મહેનતાણું લેવા માટે કચરામાં પાણી મેળવીને વજન વધારી વધારે મહેનતાણું લેવાનું કૌભાંડ કરતા હોય છે, ત્યારે આવું એક કૌભાંડનું શહેરના એક જાગૃત નાગરીક દ્વારા વીડિયો બનાવી વાઇરલ કરતા ફરી એકવાર મનપામાં ચકચાર મચી ગઈ છે.
હવે જોવાનું એ રહ્યું કે, મનપા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. આ પહેલા પણ આવો વિડીયો વાઇરલ થતાની સાથે મનપા દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ ફરી આજ ભૂલ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે મનપા કોન્ટ્રક્ટરો વિરુદ્ધ કેટલા કડક પગલા લે છે તે જોવાનું રહ્યું. પ્રશ્ન એ છે કે, વિડીયો વાઇરલ થયા બાદ તંત્રની આંખ ખુલે છે, અને ઊંઘતા ઝડપાય છે. આ પ્રકારે ચલતા કૌભાંડની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર