સુરત : શહેરમાં સતત કોરોના સંક્રમણ (Coronavirus) વધી રહ્યુ છે ત્યારે આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા (Pan Parlor) બંધ કરાવતી હોય છે. જોકે ગતરોજ તંત્ર દ્વારા શહેરમાં આગામી સાત દિવસ માટે લારી ગલ્લા બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે, જેને લઈને વેપારીમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા એક અઠવાડિયા સુધી બંધ કરવાની જાહેરાત લેખિતની જગ્યા પર મૌખિક કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે, તો કેટલીગ જગ્યા પર તંત્રના અધિકારીઓ દ્વારા જબરદસ્તી બંધ કરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરમાં હાલ કર્ફ્યુ એક કલાક વધારી રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરાયો છે. હાલ શહેરમાં લોકડાઉન (Lockdown) તો નથી પણ તંત્ર દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. ગુરૂવારથી મનપાની ટીમ દ્વારા તમામ ઝોનમાં ખાણી-પીણીની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનના ઝોનલ ચીફને લારી ગલ્લાઓ બંધ કરાવવા અને ભીડ એકઠી ન થાય તે બાબતે કડક કાર્યવાહી કરવા સુચના આપી છે.
શહેરમાં જે રીતે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા હવે તંત્ર પણ ધ્રુજી ઉઠ્યું છે. રાજ્ય સરકારનો કાફલો બે દિવસ પહેલા સુરતની મુલાકાતે આવ્યો હતો. ગુરૂવારે દિલ્હીની એઈમ્સની ટીમનો કાફલો પણ શહેરમાં કોરોનાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. શહેરમાં હાલમાં લોકડાઉન નથી માત્ર કફર્યુના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે. જેથી તંત્રને પણ અંદેશો આવી ગયો છે કે, લોકડાઉન વિના સંક્રમણને કાબુ કરવું અશક્ય છે. જેથી હવે તંત્રએ જાતે જ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે.
આ અંતર્ગત ગુરૂવારથી મનપાની ટીમ દ્વારા તમામ ઝોનમાં ખાણીપીણીની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનના ઝોનલ ચીફને સુચના આપી હતી કે, શહેરમાં ખાસ કરીને ખાણી-પીણીની લારીઓ તેમજ પાનના ગલ્લા અને પાનની દુકાનોમાં ભીડ વધારો થઈ રહી છે. જેથી શહેરના તમામ ઝોનમાં લારીઓ, પાનની દુકાનો બંધ કરાવવામાં આવે. જે માટેની કામગીરી સુચના આપવાથી જ શરૂ કરી દેવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર