Home /News /south-gujarat /સુરતમાં દયનીય સ્થિતિ : હવે ઉમરા ખાતે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે મૃતકોના ઢગલાનો વિડીયો વાઇરલ

સુરતમાં દયનીય સ્થિતિ : હવે ઉમરા ખાતે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે મૃતકોના ઢગલાનો વિડીયો વાઇરલ

સ્મશાનમાં વેઈટીંગ

કોરોનાને લઈને મુત્યુ થયેલા લોકો સાથે આ બીમારીમાં સપડાયા વગર પણ એટલા લોકોના મોત થઇ રહ્યા છે કે તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં વેટીંગ જોવા મળી રહ્યું છે.

સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાને લઈને તંત્રની ચિંતા વધી છે ત્યારે સતત હોસ્પિટલ હોય કે મેડિકલ સ્ટૉર તમામ જગ્યા પર વેટીંગ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવે સ્મશાનમાં પણ અંતિમ ક્રિયા માટે મૃતદેહોને રાહ જોવાનો વારો આવ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે, કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. આજે સુરતના ઉમરા ગામ ખાતે આવેલ સ્મશાન ખાતે મૃતદેહના ઢગ થઇ ગયા છે અને શહેરના લોકોને ચેતવવા માટે એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો આ વીડિયોમાં લાશોના ઢગ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

કોરોના લઈને સુરતની સુરત દિવસેને દિવસે બગાડી રહી છે બે દિવસ પહેલા સુરતના અશ્વની કુમાર ખાતે મૃતદેહના અંતિમ ક્રિયા માટે વેટીંગમાં મુકવામાં આવિયા હતા તેનો વિડીયો વાઇરલ થયા બાદ આજે વધુ એક વિડીયો વાઇરલ થયો હતો સુરત ના ઉમરા ગામ ખાતે આવેલ રામનાથ ઘેલા સ્મશાન ખાતે. અહીં એક બે નહિ પણ 40 જેટલી લાશ પોતાની અંતિમ ક્રિયા માટે રાહ જોઈ રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોસુરત : ઊનગામ હત્યાનો મામલો, 'પોલીસને ફોન કરનારો જ હતો હત્યારો', જુઓ - કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?

જોકે તંત્ર સબ સલામતની વાત કરે છે ત્યારે કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. પહેલા રોજ 500થી 600 જેટલા કોરોના પોઝિટિવ આવતા હતા. તેને બદલે હવે 800 સુધી પહોંચી ગયો છે. જે બતાવે છે કે ખૂબ જ વધુ ગંભીર સ્થિતિ છે, જેનુ નિર્માણ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - નવસારી : 'બર્થ ડે પાર્ટી કરવા લાવ્યો', પોલીસ કોન્સ્ટેબલ મિત્ર સાથે વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયો



કોરોનાને લઈને મુત્યુ થયેલા લોકો સાથે આ બીમારીમાં સપડાયા વગર પણ એટલા લોકોના મોત થઇ રહ્યા છે કે તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં વેટીંગ જોવા મળી રહ્યું છે. સતત 5થી લઇને સાત કલાક પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને રાહ જોવાનો વારો આવે છે. જોકે આ વીડિયો વાઇરલ થવા પાછળ શહેરના લોકોને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે કે હજુ પણ સુધરી જવું નહીં તો શહેરની હાલત બતથી બત્તર થઇ રહી છે અને જો નહીં તો પોતાનું જે થવાનું હોય તે થશે સાથે પરિવારને પણ આ રીતે હેરાન થવાનો વારો આવશે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Coronavirus, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन