સુરત : સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જોકે આ વખતે દર્દીના સંબંધી દ્વારા તબીબો સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. દર્દીના મોત મામલે સંબંધીએ તબીબ પર પોતાનો રોષ ઠાલવતા તબીબો MICU બહાર ધારણા પર બેસી ગયા હતા. જોકે આ તબીબોએ હોસ્પિટલ સિક્યુરિટી પર સવાલ ઉભા કર્યા હતા અને ન્યાય તથા સુરક્ષા આપવામાં આવે તેવી પણ તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે. છાસવારે થતા હુમલાને પગલે કાયમી નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.
હાલમાં સુરતની નવી સિવિલ કોઈને કોઈ મુદ્દે વિવાદમાં આવી રહી છે, જોકે કોરોના મહામારી વચ્ચે એક બાજુ દર્દીથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું હતું. જોકે દર્દીના મોત બાદ તેના પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરની વ્યવસ્થાને લઈને અપશબ્દો કહી માર મારવાની ધમકી આપી હતી. તમે ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં શું કામ કરો છો. દર્દીઓની સારવાર કરવાને બદલે દર્દીઓને મોત આપો છો એ પ્રકારનો ગુસ્સો ઠાલવી હુમલો હતો.
દર્દીના સંબંધીઓમાં ડોક્ટરોની કામગીરીને લઇને રોષ જોવા મળ્યો હતો. જોકે સિવિલમાં દર્દીના સંબંધી દ્વારા ડોક્ટર સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકને લઈને તમામ ડોક્ટરો એકત્રિત થઈ ગયા હતા અને પોતાની કોવિડ સમયની મુશ્કેલ સ્થિતિ અંગે પણ વાત કરી હતી. છેલ્લા એક વર્ષથી કામનું સતત ભારણ વધી રહ્યું છે. દર્દીના સંબંધીઓ સતત ડોક્ટર સાથે ઘર્ષણ કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો યોગ્ય ના હોય કે અન્ય કોઈપણ સુવિધા ન હોય તો તેના માટે પણ સંબંધીઓ સીધા ડોક્ટરને ટાર્ગેટ કરે છે. અને તેના કારણે ડોક્ટરોમા એક પ્રકારનો ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.
ડોક્ટર અને દર્દીના સંબંધીઓ સાથે થયેલી માથાકૂટમાં સિવિલ હોસ્પિટલની કામગીરી ખોરંભે પડી છે. એક તરફ કોરોના સંક્રમણના દર્દીઓનો સતત ઘસારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ડોક્ટરો એકત્રિત થઈને તેમની પોતાની સિક્યુરિટીને લઈને પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ડોક્ટરો દ્વારા દર્દીના સંબંધીઓ વોર્ડ સુધી ના આવે તેવી પણ રજૂઆત કરી છે. આ રીતે સિક્યુરિટી અંગે કોઈ નક્કર પગલા લેવાની માંગ સાથે MICU પાસે બેસી ગયા છે. જ્યાં સુધી તેમની સુરક્ષા અંગેનો કોઈ કાયમી હલ ન આવે ત્યાં સુધી તેઓ તેઓ કામગીરીથી અળગા રહેશે, તે પ્રકારની વાત હાલ કરી રહ્યા છે. સિવિલ મેડિકલ કોલેજના સંચાલકો અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો છે, જોકે તબીબો આવી કપરી પરિસ્તિથીમાં ધરણા કરતા હેરાન આખરે દર્દીના સબંધી અને દર્દીને જ થવાનો વારો આવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર