Home /News /south-gujarat /સુરતમાં ડોક્ટરની બેદરકારી? 'દીકરીએ જન્મતા સાથે માતાની છત્રછાયા ગુમાવી, અંતિમ સમયે પાણી માટે તડપી'

સુરતમાં ડોક્ટરની બેદરકારી? 'દીકરીએ જન્મતા સાથે માતાની છત્રછાયા ગુમાવી, અંતિમ સમયે પાણી માટે તડપી'

દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાથી મોત

વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું

સુરત : શહેરમાં માતાની મૃત્યુની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાથી મોત નીપજ્યું હતું. જો કે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારનાં જણાવ્યા અનુસાર ડોક્ટરે માતાના મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપ્યું હતું. જેને લઈને પરિવારમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં માતાનું દીકરીના જન્મ બાદ કોરોનાથી મોત નીપજ્યું હતું. પરંતુ ડોકટરોએ કારણ આપ્યું કિડની ફેઈલનું. જેને લઈને પરિવારમાં છવાઈ ગયો રોષ. ઘટના એમ છે કે, મૃતક પૂનમબેન ઉર્ફે ભાવનાબેને 18મીએ સિઝરથી બાળકીને જન્મ આપ્યા બાદ તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19માં ખસેડાયા હતા. ત્યારબાદ 20 માર્ચના રોજ મૃત જાહેર કર્યા હતા. જ્યાં અંતિમ વીડિયો કોલમાં મહિલા પાણી માટે તરસી રહી હોવાનું કહ્યું હતું અને કોઈ ડોક્ટર પણ હાજર ન હતા.

મૃતકના સગાએ જણાવ્યું હતું કે, ભાવનાબેન ઉર્ફે પૂનમબેન તુષારભાઈ જેઠે મારા ભાભી છે. લગભગ 9 વર્ષ પહેલાં એમના લગ્ન થયા હતા. પહેલી પ્રસુતિ નોર્મલ હતી અને એમાં પૂનમે દીકરીને જન્મ આપ્યો હતો. આ બીજી પ્રસુતિ હતી. 18 માર્ચે પૂનમે સિવિલ હોસ્પિટલના ગાયનેક ઓટીમાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા-પુત્રીને તાત્કાલિક વોર્ડમાં ખસેડાયા હતા. અચાનક ડોક્ટરોએ પૂનમનો રેપીડ ટેસ્ટ કઢાવ્યો હતો.

આ પણ વાંચો - સુરત: શહેરમાં બાઈક સ્ટન્ટનો વધુ એક Video વાયરલ, પોલીસની ઊંઘ હરામ થઈ

જોકે, એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રાત્રે બીજો RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવતા પૂનમને તાત્કાલિક કોવિડ-19 વોર્ડમાં ખસેડાયા હતા. છેલ્લે એકવાર જ વીડિયો કોલ થયો હતો જેમાં પૂનમબેન પાણી માટે તરસી રહ્યા હતા. કોઈ ડોક્ટર પણ હાજર ન હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા ન હતા. ત્યારબાદ વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઅમદાવાદ: રોડ પર ખેતર પાસે ઉભી હતી રૂપલલનાઓ, કરતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી

વધુમાં જણાવ્યું તેઓએ હતું કે, ઓક્સિજન કે વેટિલેટર પર મૂકવું પડશે એમ કહેતા ડોક્ટરોએ પૂનમને માસ્ક પહેરાવી બેડ પર કલાકો સુધી રાખી મૂકી હતી. ત્યારબાદ પ્લાઝમા થેરાપી અપાઈ રહી હોવાની વાત કરી હતી. અમે વીડિયો કોલથી વાત કરાવવાની આજીજી કરતા રહ્યાને ડોક્ટરો સવારે વાત કરાવીશું કહી ફોન કાપી નાખતા હતા. 20 માર્ચ 2021ના રોજ પૂનમબેનનું મૃત્યુ થઇ ગયું હોવાનું કહી ડોક્ટરોએ મૃતદેહ અંતિમ વિધિ માટે આપી દીધો હતો. એક સગર્ભાને અનેકવાર સિવિલમાં સોનોગ્રાફી કરાવાય ત્યારે કિડની કામ કરતી હતી. પ્રસુતિ બાદ જ કિડની ફેઈલ થઈ ગઈ એ વાત ગળે ઉતરે એમ નથી. બીજું કોવિડ-19 હોસ્પિટલમાં કઈ રંધાઈ રહ્યું છે. ક્યાંયને ક્યાંય ડોક્ટરોએ લાપરવાહી કરી હોય એમ લાગે છે. જેથી તેઓએ ન્યાય આપવા માંગ કરી છે.
First published:

Tags: Coronavirus, Doctors, Negligence, Pregnant woman, Surat Civil Hospital, Surat news, આરોપ